Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મહામારીમાં સોથી વધુ મહેનત પોલીસે કરી, વેકિસનેશનથી પોલીસબેડામાં ખુશીનો માહોલઃ પોલીસ કમિશનર અગ્રવાલ

રવિવારે ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ ૧૪૦૮ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વેકસીન લીધી

રાજકોટઃ જીલ્લામાં ગઇકાલે રવિવારે બીજા તબક્કાના કોરોના વેકિસનેશનનો પ્રારંભ થયો હતો. જેમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને આપવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ તમામ એસીપીશ્રીઓ અને પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓએ રસી વેકિસન મુકાવી હતી. પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે વેકિસનેશન થવાથી શહેર પોલીસબેડામાં આનંદની લાગણી છે. કોરોના મહામારીમાં સોૈથી વધુ મહેનત પોલીસે કરી છે. આ મહામારીમાં ૨૭૦ જેટલા પોલીસ કર્મચારીઓ પણ સંક્રમિત થયા હતાં. કોન્સ્ટેબલથી માંડી અધિકારીઓ સુધીના તમામ વેકિસન લઇ રહ્યા છે. આગામી દિવસોમાં શહેરના તમામ પોલીસ કર્મચારીઓને વેકિસન આપી દેવામાં આવશે. શહેર પોલીસ માટે પોલીસ મુખ્ય મથક, સિવિલ હોસ્પિટલ અને પદ્દમકુંવરબા હોસ્પિટલ ખાતે વેકિસનેશન યોજાયું હતું. જેમાં ૧૪૦૮ અધિકારીઓ, કર્મચારીઓને વેકિસન અપાઇ હતી. શ્રી અગ્રવાલે પોલીસ તંત્ર માટે વેકિસનેશનની વ્યવસ્થા કરાવવા બદલ સરકાર અને મ્યુ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તથા સમગ્ર તંત્રનો પણ આભાર વ્યકત કર્યો હતો.

બે દિવસમાં ૧૫૦૦ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને વેકિસન અપાઇ કોરોનાની રસી લીધા બાદ અમુક પોલીસ કર્મચારીઓને તાવ-અશકિત જણાતાં સારવાર અપાઇ

. કોરોનાની રસી શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી રહી છે. ગઇકાલથી આજ સુધીમાં ૧૫૦૦ અધિકારીઓ, કર્મચારીઓને રસી આપી દેવામાં આવી છે. જેમાંથી કોઇને ગંભીર સાઇડ ઈફેકટ નથી. જો કે અમુક કર્મચારીઓએ તાવ અને માથાના દુઃખાવાની તથા અશકિતની ફરિયાદ કરી હતી. જે પૈકી પોલીસ હેડકવાર્ટરમાં તાલિમમાં રહેલા પૈકીના ૧૫ પોલીસ કર્મચારીઓએ તાવ અને અશકિત લાગી રહ્યાનું જણાવતાં આ તમામને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. અહિ ઓપીડી ચકાસણી બાદ દવા અપાઇ હતી. પીઆઇ વી. કે. ગઢવીના જણાવ્યા મુજબ આ રૂટીન તકલીફ જેવું હતું. જેને ઓપીડીમાં લાવવામાં આવ્યા હતાં એ તમામ કર્મચારીઓ ફરીથી તાલિમમાં જોડાઇ ગયા છે. આ સિવાય કોઇ બીજી આડઅસર કોઇને પણ થઇ નથી.

(3:49 pm IST)