Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજકોટ જિલ્લામાં બુધવાર સુધી હવામાન સુકુ, ઠંડુ અને ચોખ્ખુ રહેશે

રાત્રીનું લઘુતમ તાપમાન ૧૨ થી ૧૫ ડીગ્રી, પવનની ગતિ ૧૩ થી ૧૯ કિ.મી.ની રહેશે

રાજકોટઃ  ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી  મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના  ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ  યુનિવર્સીટી, તરઘડીયા  તરફથી જણાવવામાં  આવે  છે કે,  ઉતર  સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જીલ્લામાં તા.૩ ફેબ્રુઆરી દરમ્યાન હવામાન સુકું, ઠંડુ અને ચોખ્ખું રહશે.

આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૨૯-૩૨ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૨-૧૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું  પ્રમાણ અનુક્રમે ૨૫-૨૯ અને ૧૦-૧૨ રહેશે. પવનની દિશા ઈશાનની રહેવાની અને પવનની ઝડપ ૧૩ થી ૧૯ કીમી/કલાક રહેવાની શકયતા છે.

(3:51 pm IST)