Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

વેપારીઓ, મધ્યમવર્ગ, પગારદારોની આશાઓ ઉપર રોડરોલર ફરી ગયુ

(૧) આવકવેરાની આવક મર્યાદા તથા આવક વેરા દર માં કોઇપણ જાતનો ફેરફાર કરેલ નથી.

(૨) પગારદાર માટે સ્ટાન્ડર્ડ ડીડકશન મર્યાદા કોઇપણ જાતનો ફેરફાર કરેલ નથી.

(૩) શોર્ટ ટર્મ કેપીટલ ગેન્સ ઉપર કોઈ ફેરફાર કરેલ નથી

(૪) એફોર્ડેબલ હાઉસિંગ લોન કલમ ૮૦ઈઈએ હેઠળ દોઢ લાખ સુધીનું બાદ મળતું વ્યાજ એક વર્ષ વધુ મળશે.

(૫) ટેક્ષ ઓડીટ લીમીટ પાંચ કરોડ થી વધારી દસ કરોડ કરેલ છે જેમાં ૯૫ ટકા બેન્કીંગ ટ્રાજેકશન હોવા જરૂરી છે.

(૬) ૭૫ વર્ષ ઉપરના સિનીયર સિટીઝન કરદાતાઓને ઇન્કમટેક્ષ રીટન ભરવામાંથી મુકતી આપેલ છે

(૭) કલમ ૧૪૮ હેઠળ રીઓપન થતા એસસમેન્ટ કેસ છ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરેલ છે.

(૮) વિવાદ સે વિશ્વાસ સ્કીમ ની તારીખ લંબાવી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ કરેલ છે.

(૯) કલમ ૮૦ સી હેઠળમાં રૂ.૧,૫૦,૦૦૦ છુટની મર્યાદામાં કોઈ ફેરફાર કરેલ નથી તથા હાઉસિંગ લોનના વ્યાજની રૂ. બે લાખની મર્યાદામાં કોઈ ફેરફાર કરેલ નથી.

(૧૦) ડીવીડંડને ટીડીએસમાંથી કરમુકત કરવા માં આવેલ છે.

(૧૧) અપિલેટ ટ્રીબુનલને પણ ફેસલેસ આકારણીમાં આવરી લેવાયેલ છે.

આમ જોતા વેપારીઓ મધ્યમવર્ગ તથા પગારદારને ફૂલ ગુલાબી બજેટમાં રાહત આપવી જોઈતી તે ન આપી તેમની આશા ઉપર રોડ રોલર ફરેલ છે. આમ જોતા આ બજેટ ચુંટણીલક્ષી બજેટ કહી શકાય.

ધવલ ખખ્ખર

કરવેરા સલાહકાર, રાજકોટ, મો.૯૮૭૯૩ ૩૨૦૯૪

(3:53 pm IST)