Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરતથી બાઈક ચોરી કરી રાજકોટમાં ફેરવતો કમલેશ જરીયા પકડાયો

રાજકોટ, તા. ૧ :. સુરતથી બાઈક ચોરી કરી રાજકોટમાં ફેરવતા શખ્સને ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એસ. પટેલ, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કિશોરભાઈ, બ્રીજરાજસિંહ, વનરાજભાઈ, દિવ્યરાજસિંહ, દિગ્વીજયસિંહ તથા ગોપાલભાઈ સહિતે વાહન ચેકીંગ દરમ્યાન એક બાઈક ડીટેઈન કર્યુ હતું. આ બાઈકના કાગળો ચાલક પાસે માગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. બાદ પોલીસે પોકેટકોપ એપની મદદથી તપાસ કરતા આ બાઈક સુરતના સીમાળા ગામમાંથી ચોરી થયાનું જણાતા પોલીસે ચાલક કમલેશ રાયસીંગભાઈ જરીયા (ઉ.વ. ૪૧) (રહે. ભકિતનગર ગોડાઉન રોડ કલ્યાણ સોસાયટી શેરી નં. ૧)ને પકડી લીધો હતો.

(4:20 pm IST)