Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

છેતરામણું બજેટઃ કૃષિ-હેલ્થ વિષે પગલા લીધા નથી

ટેકસમાં રાહત મળી નથી, કોરોના મહામારીમાં કોઇપણ જાતની રીબેટ અપાઇ નથીઃ ડો. હેમાંગ વસાવડા

રાજકોટઃ તા.૧, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ બજેટને છેતરામણુ ગણાવ્યુ છે તેઓએ જણાવેલ કે કૃષિ, હેલ્થ અને આંતરીક સંરક્ષણ માટે પગલા લેવાયા નથી. લોકોને આશા હતી તેમાં નિરાશા સાંપડી છે. ગત વર્ષ કોરોનાની મહામારીમાં આખો દેશ સપડાયો હતો. જનતાને આશા હતી કે મોટી રાહતો આપવામાં આવશે પરંતુ કોઇપણ જાતની રીબેટ આપવામાં આવી નથી.

ડો. હેમાંગ વસાવડાએ જણાવેલ કે ટેકસમાં પણ કોઇપણ જાતની રાહત આપવામાં આવી નથી.  પોર્ટ પીપીપીમાં કન્વર્ટ ખર્ચે વેગ આપવા માંગે છે. પરંતુ તેના કારણે એસ.ટી.ને કરોડોની નુકશાની વેઠવી પડશે. બંગાળ અને તામીલનાડુમાં આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી હોય ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા મસમોટી જાહેરાતો દુર ઉપયોગ કરવામાં આવ્યો છે.

(4:22 pm IST)