Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

દારૂના ગુન્હામાં છેલ્લા ૧૦ માસથી ફરાર શખ્સને પકડી લેતી રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ

રાજકોટઃ છેલ્લા ૧૦ માસથી દારૂના ગુનામાં નાસતા-ફરતાં રવિ ઉર્ફે રેલ્વે ચંદ્ર પ્રકાશભાઇ કોટાઇ (ઉં.વ. ૨૪ ધંધો-રેલવે નોકરી રહે. માનસરોવર પાર્ક ૦૨, આજીડેમ ચોકડી નજીક શ્રેયા સ્કુલની બાજુમા રાજકોટ)ને પકડી લેવાયો છે.આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર વી.જે.ચાવડા, પો.સબ ઇન્સ. એમ.એમ.ઝાલા, પો.હેડ કોન્સ. ઇન્દ્રસિંહ ગુલાબસિંહ ઝાલા, કૌશેન્દ્રસિંહ રણજીતસીંહ ઝાલા, પો.કોન્સ. કુલદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ નેચડા, જયપાલભાઇ બરાળીયા, ભીખુભાઇ મૈયડ તથા ઉમેદભાઇ ગઢવીએ કરી હતી

    પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર  ખુરશીદ અહેમદ, દઇસીપી પ્રવીણકુમાર મિણા એસીપી એચ. એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા કુલદીપસિંહ જાડેજાની બાતમીથી આ કાર્યવાહી કરવામાં આવેલ છે.

(8:02 pm IST)