Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજકોટમાં ગેરકાયદેસર રીતે ચાલતી મીટ શોપ અને ચિકન શોપ સીલ

મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગેરકાયદેસર રીતે ચાલતી મીટ શોપ અને ચિકન શોપને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જે અન્વયે તા.૩૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી મીટ શોપ અને ચિકન શોપને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જે સબબ  1)જે.બી. સરકાર ચિકન શોપ- ભીમનગર, કાલાવડ રોડ, 2) અલ ચિકન શોપ- ભીમનગર, નાનામવા, કાલાવડ રોડ, 3) નાઝ ચિકન- ગંગોત્રીપાર્ક મેઇન રોડ, આવકાર સોસાયટી, યુનિવર્સીટી રોડ,4) સુકુન પોલટ્રી ફાર્મ- ગંગોત્રીપાર્ક મેઇન રોડ, આવકાર સોસાયટી, યુનિવર્સીટી રોડ, 5) સુહાના કોરા એન્ડ ચિકન શોપ- ભીમનગર, નાનામવા, કાલાવડ રોડ, 6) એ વન મટન શોપ- ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ, 7) સંજરી મટન શોપ- ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ, 8) કે.જી.એન. ચિકન સેન્ટર- ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ,9) જી.કે. ચિકન- ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ, 10) રોયલ ચિકન હાઉસ - ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ, 11) મુન્નાભાઇ ચિકન શોપ- ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ, 12) અલ રાજા ચિકન શોપ- ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ સહિતના 12 સ્થળ ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી મીટ શોપ અને ચિકન શોપને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી મ્યુનિસીપલ કમિશનર  અમિત અરોરા તથા નાયબ મ્યુનિસીપલ કમિશનર 

આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નિલેશભાઇ પરમાર તથા વેટરનરી ઓફિસર ઉપેન્દ્વભાઇ પટેલ તેમજ આરોગ્ય શાખાના ચિફ ફૂડ સેફટી ઓફિસર અમિત પંચાલ તેમજ ફૂડ સેફટી ઓફિસર  સી.ડી. વાઘેલાની આગેવાની હેઠળએસ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ અને તેની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી મીટ શોપ અને ચિકન શોપને સીલ કરવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. 

(6:45 pm IST)