Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ટંકારા વાછકપરમાં ધીરૂભાઇ દારોદરા પર ધોકાથી હુમલો

દિકરો એક છોકરીને ભગાડી ગયો હોઇ તેના કારણે ડખ્‍ખો

રાજકોટ તા. ૧: ટંકારાના વાછકપરમાં રહેતાં ધીરૂભાઇ જેસીંગભાઇ દારોદરા (ઉ.વ.૬૦) પર સાંજે ગામના જ રણજીત, હીરાભાઇ, ભાણજી, હરેશ સહિતનાએ ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

ધીરૂભાઇ છુટક મજૂરી કરે છે. તેના પત્‍નિ કંચનબેના કહેવા મુજબ દિકરો અને ગામની એક છોકરી ભાગી ગયા હોઇ તે મળતાં ન હોઇ છોકરીના પરિવારજનો તરફથી ડખ્‍ખો કરી હુમલો કરાયો હતો. જેમાં પોતાને પણ ધોકો ફટકારાતાં ટાંકા લેવા પડયા હતાં. ટંકારા પોલીસ વધુ તપાસ કરે છે.

(11:45 am IST)