Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મનપાના વધુ ૧૦ કર્મચારીઓ વયનિવૃત્ત : વિદાયમાન અપાયુ

રાજકોટ : મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં મહાનગરપાલિકાના ૮ કમર્ચારીઓ નિવૃત થતા મ્‍યુનિ. કમિશનરશ્રી દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માન કરી વિદાયમાન આપ્‍યું હતું. આ પ્રસંગેᅠમ્‍યુનિ. કમિશનરે ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્‍યક્‍ત કરેલ. જેમાં ભાદર યોજનાના કેમીસ્‍ટᅠકેતન એ. મેસવાણી, વોટર વર્કસ આઉટડોર શાખાના પેટ્રોલર ધીરુભાઈ નાનજીભાઈ મેઘાણી, જનરલ કન્‍ઝર્વંશી ᅠશાખાના લેબર રામજીભાઈ બચુભાઈ બારૈયા, સ્‍પેશિયલ કન્‍ઝર્વંશી ᅠશાખાના લેબર અનવર જુમાભાઈ દાઉદાની, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના મુકાદમ ખોડાભાઈ ચકુભાઈ ગોરી, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના મુકાદમ હિરાભાઈ તેજાભાઈ સરેસા, ટેક્‍સ વિભાગના સિનીયર ક્‍લાર્ક નાનજીભાઈ ગાગજીભાઈ રખૈયા, અર્બન મેલેરિયા વિભાગના મેલેરિયા ઇન્‍સ્‍પેક્‍ટર ભરતકુમાર વસંતરાઈ વ્‍યાસ, અર્બન મેલેરિયા વિભાગના ફિલ્‍ડ વર્કર હુસેન કાસમભાઈ શેખ તથા સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના વોર્ડ નં.-૮નાં સફાઈ કામદાર રમાબેન ચમનભાઈ ચૌહાણ નિવૃત થયા હતા. વિદાયમાન કાર્યક્રમમાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, ડેપ્‍યુટી મ્‍યુનિ. કમિશનર આશિષ કુમાર, ડેપ્‍યુટી મ્‍યુનિ. કમિશનર સી. કે. નંદાણી, આસિ. મ્‍યુનિ. કમિશનર હર્ષદ પટેલ, આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વાકાણી, આસિસ્‍ટન્‍ટ મેનેજર(મહેકમ) વિપુલ ઘોણીયા, આસિસ્‍ટન્‍ટ મેનેજર(ટેક્‍સ)શ્રી ગામેતી, આસિસ્‍ટન્‍ટ મેનેજર (સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ) મનિષ વોરા સહીતનાં અધિકારીઓ કર્મચારીઓ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:18 pm IST)