Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

આગ લાગે તો શું કરવું ?

શહેરના હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં મોકડ્રિલ યોજાઇ

ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેમ કરવો ? : મનપાના ફાયર વિભાગ દ્વારા તાલીમ અપાઇ

રાજકોટ તા. ૧ : મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ ᅠશહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જેᅠ બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૩૧ જાન્‍યુઆરીથી તા.૩૧ ડિસેમ્‍બર ૨૦૨૩ (એક વર્ષ) સુધી શહેરની હાઈરાઈઝ બિલ્‍ડીંગમા દરરોજ એક મોકડ્રીલ કરવાનું નક્કી કરવાનું આયોજન કરવામાં આવેલ હતું.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમ)ં જણાવ્‍યા મુજબ પ્રથમ મોકડ્રીલ સ્‍વસ્‍તિક હાઈલેન્‍ડ,રૈયા રોડ ખાતે કરવામાં આવેલ. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્‍ડીંગ દ્વારા પોતાની બિલ્‍ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્‍વેચ્‍છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

ઉપરોક્‍ત ફાયર સેફટીની તાલીમ દરમ્‍યાનસ્‍વસ્‍તિક હાઈલેન્‍ડ, શાંતીનગર,રૈયા ધાર,રૈયા રોડખાતે બિલ્‍ડીંગના ૧૩૦ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર,સ્‍ટેશન ઓફીસર એચ.પી.ગઢવી,લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્‍ટાફ દ્વારા બિલ્‍ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્‍ટમ અને ફાયર સેફટીના સાધનોનો, આગ લાગે ત્‍યારે કઇ રીતે ઉપયોગ કરવો,શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્‍ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્‍ટીંગ્‍યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો,જાળવણીઅને કઇ રીતે પોતાનો તથા અન્‍યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

(1:20 pm IST)