Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કાવ્‍યાબેન બન્‍યા નૂતન દીક્ષિત પૂ.કળપાર્થીનીજી મહાસતિજી

લીંબડી ખાતે દીક્ષા મહોત્‍સવ સંપન્ન

રાજકોટ તા. ૧ : અજરામર સંપ્રદાય, બોટાદ સંપ્રદાય, લીંબડી ગોપાલ સંપ્રદાય, કચ્‍છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય સહિત ૫૦ થી વધારે પૂ.સાધુ - સાધ્‍વીજીઓની સંયમ મહોત્‍સવમાં ઉપસ્‍થિતિ રહી હતી.

સંયમ મહોત્‍સવ મધ્‍યે સૌરાષ્‍ટ્ર, મહારાષ્‍ટ્ર, કચ્‍છ સહિત ૫૧ સંઘોની પ્રેરક ઉપસ્‍થિતમાં અજરામર સંપ્રદાયના ૬૩ ક્ષેત્રોના ચાતુર્માસની ઉદ્દઘોષણા કરાયેલ.

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્‍છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્‍વામીએ મુમુક્ષુ કાવ્‍યાબેનને દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ ભણાવતા જ હજારો ભાવિકોએ ભગવાન મહાવીરના ત્‍યાગ માર્ગના પ્રચંડ જયઘોષથી સંયમ સમોવસરણ ગૂંજી અને ગાજી ઉઠેલ.

પૂ.ગુરુ ભગવંતે નૂતન દીક્ષિતનુ નામ પૂ.કળપાર્થીનીજી મહાસતિજી ઘોષિત કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુમુક્ષુ કાવ્‍યાબેન જેઓ ખંડોલ પરિવારમાંથી આવે છે. ખંડોલ પરિવારમાંથી ૨૦ વીશ હળુ કર્મી આત્‍માઓ જિન શાસનમાં દીક્ષિત બની સ્‍વ - પરનું કલ્‍યાણ કરી રહેલ છે. મનોજ ડેલીવાળાએ જણાવ્‍યું કે રાપરના પૂર્વ ધારાસભ્‍ય પ્રકાશભાઈ મહેતા મુમુક્ષુ કાવ્‍યાબેન ખંડોલના મામા થાય છે.સંયમ મહોત્‍સવ મધ્‍યે તેઓનું તથા પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ, પૂર્વ ધારાસભ્‍ય વર્ષાબેન દોશીનું અજરામર સંપ્રદાય તરફથી અભિવાદન કરવામાં આવેલ.

આ પાવન અવસરે અજરામર સંપ્રદાય, બોટાદ સંપ્રદાય, લીંબડી ગોપાલ સંપ્રદાય, કચ્‍છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય સહિત ૫૦ થી વધારે પૂ.સાધુ - સાધ્‍વીજીઓની સંયમ મહોત્‍સવમાં ઉપસ્‍થિતિ રહેલ.

અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્‍વામીએ મનની પ્રવચન આપતા ફરમાવેલ કે  પૂ.સાધુ - સંતો એટલે ભક્‍તો અને ભગવાનને જોડવાનું સેતુનું કામ કરે છે.નૂતન દીક્ષિત પૂ.કળપાર્થીનીજી મ.સ.ની વડી દીક્ષા ચતુર્વિધ સંઘની -ેરક ઉપસ્‍થિતિમાં તા.૬ ના સોમવારે ગાદિના ઉપાશ્રય લીંબડી ખાતે રાખેલ છે તેમ ભરતભાઇ ડેલીવાળાએ જણાવ્‍યું છે

(3:03 pm IST)