Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે ગ્રાહક અદાલતમાં દાવો દાખલ કરાશે

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબીમાં માર્ગદર્શન સેમીનાર

રાજકોટ તા. ૧ : મોરબી ઝુલતા પુલની દુર્ઘનાના મૃતક પરિવારજનોને રૂ.૧ કરોડ સુધી અને ઇજા પામનારાઓને રૂ.૫ લાખ સુધીનું વળતર આપવા રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળે માંગણી ઉઠાવી આ અંગે ગ્રાહક અદાલતમાં દાવો દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

ગ્રાહક સુરક્ષા મંડળના અગ્રણી રામજીભાઇ માવાણીએ મોરબીમાં યોજાયેલ એક સેમીનાર દરમિયાન જાહેરાત કરી હતી. સેમીનારમાં ગ્રાહક અદાલતોના સહ.ન્‍યાયમૂર્તિ એમ. એસ. ભટ્ટ, ટી. જે. શાંખલા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મામલતદાર એચ. આર. સાંચલા, ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીના પ્રમુખ ઘનશ્‍યામસિંહ ઝાલા, સીનીયર સીટીઝન પ્રમુખ ડો. લહેરૂ, સમસ્‍ત બ્રહ્મસમાજ મોરબીના મહેશભાઇ ભટ્ટ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

મોરબી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો અને ઇજા પામનારાઓને આ સેમીનાર દરમિયાન માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યુ હતુ.

(3:04 pm IST)