Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગંજીવાડામાં મકાનમાં દેશી દારૂનું પીઠુ ચલાવતો અજય રંગપરા સહિત ચારને પોલીસે દબોચ્‍યા

થોરાળા પોલીસનો દરોડોઃ અજય બહારથી ગ્રાહકોને બોલાવી મહેફીલ માણતો'તો

રાજકોટ તા. ૧ : ભાવનગર રોડ પર ગંજીવાડામાં એક શખ્‍સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી દેશી દારૂનું પીઠુ ચલાવતો હોવાની બાતમી મળતા થોરાળા પોલીસે દરોડો પાડી દેશી દારૂ તથા ચાર મોબાઇલ મળી રૂા.ર૩ હજારના મુદ્દામાલ સાથે મકાન માલીક સહિત ચાર શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગંજીવડા શેરી નં. ૭૩માં એક શખ્‍સ પોતાના મકાનમાં બહારથી માણસો ભેગા કરી દેશીદારૂનું પીઠુ ચલાવતો હોવાની થોરાળા પોલીસ મથકના એ.એસ.આઇ. જે.પી.નીમાવત, હેડ કોન્‍સ વી.બી.ધાણજા, બી.આર.વાસાણી, ડી.એ. અઘેરા અને નરેશભાઇ ચાવડાને બાતમી મળતા ગંજીવાડા શેરી નં. ૭૩માં રહેતો અજય ગોરધનભાઇ રંગપરાના મકાનમાં દરોડો પાડી બહારથી માણસોને બોલાવી દેશી દારૂ પીવાના સાધનો પુરા પાડી દેશી દારૂનું પીઠુ ચલાવતા મકાન માલીક અજય ગોરધનભાઇ રંગપરા (ઉ.૩૦) તથા મહેફીલ માણતા ગંજીવાડાના મહેશ ભીખાભાઇ રાઠોડ, જગદીશ બાબુભાઇ જોડીયા અને કિશોર સોમાભાઇ મકવાણાને પકડી લઇ રૂા.૪૦ ની કિંમતનો દેશીદારૂ ચાર મોબાઇલ ફોન સહિત રૂ.ર૩,૦૪૦ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો મકાન માલીક અજય રંગપરા અનેક વખત દેશી દારૂના ગુન્‍હામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે આ કામગીરી પી.આઇ.ડો.એલ.કે. જેઠવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

(3:17 pm IST)