Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ એજન્‍ટને ચેકની રકમ નહિ ચુકવનાર મહિલા એજન્‍ટને જેલ હવાલે કરાઇ

નીચેની કોર્ટની સજા સામેની અપીલ પણ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ,તા. ૧ : ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ એજન્‍ટોને ચેકની રકમ ન ચુકવનાર ટ્રાવેલ મહીલા એજન્‍ટ વિરલબેન ઓઝાની એડી. સેશન્‍સ જજએ અપીલ નામંજુર કરતા આરોપીને જેલ હવાલે કરાયેલ છે.

આ કામના ફરિયાદી સાવનભાઇ નિતીનકુમાર વોરા રાજકોટમાં મેઘનાદ હોલીડેઇઝ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના નામથી એર બુકીંગનો ધંધો કરે છે અને દેશ-વિદેશમાં નાના-મોટા હોલ ડે પેકેજો દ્વારા આવવા-જવાની હવાઇ મુસાફરી હોટલ બુકીંગ, વિઝા, પાસપોર્ટ સહિતનું એડવાન્‍સ પેકેજ આપી ટુરનો ધંધો કરે છે.

આ કેસની હકિકત એવી છે કે આ કામના આરોપી વિરલબેન પ્રબોધનભાઇ ઓઝાએ આ કામના ફરિયાદી મેઘનાદ હોલીડેઇઝ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સને થાઇલેન્‍ડ હોલીડે પેકેજમાં ચાર વ્‍યકિતઓને અમદાવાદથી થાઇલેન્‍ડ જવા માટેનો હોલીડે પેકેજ તૈયાર કરી આપવા જણાવેલ. અને તેમાં ચાર વ્‍યકિતઓને આવવા-જવાની એર ટિકીટ, હોટલ બુકીંગ સઞિતની પાંચ રાત્રી અને છ દિવસના થાઇલેન્‍ડ હોલીડે પેકેજની તમામ સુવિધા સહિતની વ્‍યવસ્‍થા કરી આપવા જણાવેલ. આ અંગે ચાર વ્‍યકિતઓના રૂા. ૩,૧૪,૨૪૦ના પેમેન્‍ટની સંપૂર્ણ જવાબદારી આરોપીએ લેખીતમાં સ્‍વીકારેલ હતી.

આ અંગેનો ઇનવોઇઝ બિલ મુજબનો ચેક આરોપી દ્વારા ફરિયાદીને આપવામાં આવેલ હતો. જે રૂો ૩,૧૪,૨૪૦નો ઇનવોઇઝ બિલ મુજબનો ચેક ફરિયાદીએ બેંકમાં પાસ થવા માટે રજુ કરતા ‘ફંડ ઇનસફીસીયન્‍ટ' ના શેરા સાથે પરત ફરેલ હતો. આ ચેક ફરી બેંકમાં રજુ કરતા ‘ડ્રોઅર્સ સીગ્નેચર ડીફર્સ'ના શેરા સાથે પરત ફરેલ હતો. જે અંગેની જાણ આરોપીને લીગલ નોટીસ દ્વારા કરવામાં આવેલ. પરંતુ આરોીએ ફરિયાદીની બીલ મુજબની રકમ ન ચુકવતા આરોપી સામે નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ તમામા ડોક્‍યુમેન્‍ટો સાથે કોર્ટમાં કરવામાં આવેલ.

આ ફરિયાદ કોર્ટમાં ચાલી જતા તમામ દસ્‍તાવેજોના આધારે રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ આરોપીને અકે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની મુજબની રકમ ફરિયાદીને વળતર પેટે એક માસની અંદર ચુકવી આપવી. અને જો આરોપી તેમ કરવામાં નિષ્‍ફળ જાય તો આરોપીને વધુ છ માસની સજા કરતો હુકમ કરવામાં આવેલ હતો.

આ હુકમ સામે આરોીએ રાજકોટના એડીશનલ સેશન્‍સ જજની કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ ૩૭૪ મુજબ ફોજદારી અપીલ કરી નીચેની અદાલતે જે હુકમ કરેલ છે તે હુકમ અને હકીકત કાયદાની દ્રષ્‍ટિએ ભુલ-ભરેલો તેમજ પ્રસ્‍થાપિત સિધ્‍ધાંતોની વિરૂધ્‍ધનો હોય તો રદ્દ બાતલ થવા અપીલ કરેલ હતી. આ અંગે કોર્ટએ ફરીયાદીની લેખીત અને મૌખીક દલીલો ધ્‍યાનમાં લઇ આરોપીની અપીલ નામંજુર કરી નીચેની અદાલતનો હુકમ કાયમ રાખી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા કરતો હુકમ કરી આરોપીને જેલ હવાલે મોકલી આપેલ છે. આ કામના ફરિયાદી મેઘનાદ હોલીડેઇઝ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ વતી રાજકોટના એડવોકેટ નિરવ પી.દોશી તથા પ્રફુલભાઇ એમ.દોશી રોકાયેલ હતા.

(3:18 pm IST)