Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સિટી BRTS બસની એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૩.૭૨ લાખનો દંડ

ગેરરીતિ સબબ ૯ કંડકટર સસ્‍પેન્‍ડ : ૨૦ મુસાફરો ટીકીટ વિના ઝડપાયા

રાજકોટ તા. ૧ : મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા -૨૩ થી ૨૩ જાન્‍યુઆરી સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. ૩.૭૨ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૯ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૨૦ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયો હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૨૩ થી ૨૯ જાન્‍યુઆરી  સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

RMTS બસ સેવા

સિટી બસ સેવા (RMTS)માં તા.૨૩ થી તા.૨૯  જાન્‍યુઆરી દરમિયાન કુલ અંદાજીત ૯૬,૯૭૪કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૧,૬૩૩મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

 સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૯,૯૦૦કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા.૩,૪૬,૫૦૦ની પેનલ્‍ટી કરવામાં આવેલછે.     

 સિટી બસ સેવામાં ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ  રૂા.૨૨,૧૦૦નીપેનલ્‍ટી આપવામાં આવેલી છે.

જ્‍યારે સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ૦૭   કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૦૨ કંડક્‍ટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડકરવામાં આવેલ છે.

 ચેકીંગ દરમિયાન કુલ ૨૦ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા.૨,૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

બીઆરટીએસ

 બી.આર.ટી.એસ. બસ સેવામાંતા.૨૩ થી તા.૨૯  દરમિયાન કુલ અંદાજીત૫૦,૬૪૭કિ.મી.ચાલેલ છે. તથા કુલ ૧,૮૭,૪૧૧મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

 બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્‍સી  રાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ  રૂા.૪,૩૦૦/-ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. 

(3:22 pm IST)