Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સરકાર દ્વારા NFSA કાર્ડ ધારકોને રાહતદરે મળતું રાશન ફરી ચાલુ કરોઃ પુરવઠામંત્રીને આવેદન

રાજકોટ તા. ૧: આંબાભાઇ માનવ સેવા ચેરીટેબલ એન્‍ડ એજયુકેશન ટ્રસ્‍ટે રાજયના પુરવઠા મંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી રાજય સરકાર દ્વારા NFSA કાર્ડ ધારકોને રાહતદરે મળતું રાશન બંધ કરવામાં આવ્‍યું છે તે ફરી ચાલુ કરવા અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે ગત તા. ૧-૧-ર૦ર૩ થી ગુજરાત રાજયના NFSA કાર્ડ ધારકોને સસ્‍તા અનાજની દુકાન પરથી દર મહિને ર વાર રાશન આપવામાં આવતું હતું અને તેનાથી ગુજરાતના અસંખ્‍ય ગરીબ પરીવારો બે ટંક ભોજન કરી શકતા હતા અને હાલની આ મોંઘવારીમાં જે લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે તેને માટે સરકારની આ યોજના ખુબજ લાભદાયક તેમજ જરૂરીયાતવાળી બની રહેલ હોય ત્‍યારે આમ અચાનક રાહત દરે મળતું રાશન એકાએક બંધ કરી દેવામાં આવતા હજારો ગરીબ પરીવારોને રાશનના અભાવે ભુખ્‍યા રહેવાનો વારો આવે તેમ હોય તેથી આપને ગુજરાત રાજયનાNFSA કાર્ડ ધારકો વતી વિનંતી છે કે, ગુજરાત સરકારે લીધેલો આ નિર્ણય પરત લેવામાં આવે અને ગરીબી રેખા નીચે જીવતા પરીવારો બે ટંક ભોજન કરી શકે તે માટે NFSA કાર્ડધારકોને સસ્‍તા અનાજની દુકાન પરથી દર માસે બે વાર રાશન મળી રહે તેવી વ્‍યવસ્‍થા ફરી ચાલુ કરવામાં આવે અથવા તો મફતમાં મળતું રાશનનો જથ્‍થો વધારવામાં આવે દર માસે એક વાર વ્‍યકિત દીઠ ત્રણ કીલો ચોખા અને ૧ાા કિલો ઘઉં આપે તો એક રાશનકાર્ડમાં ચાર વ્‍યકિત હોય તો બાર કિલો ચોખા અને ૬ કિલો ઘઉં જે ૧ મહિના સુધી કેમ ચાલે?

(3:29 pm IST)