Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પરાસર પાર્કમાં ભંગારની ફેરી કરવા ગયેલા શખ્‍સે સુકાઇ રહેલી સાડી ઉઠાવતાં ધોલધપાટ

રૈયાધારનો રમેશ પડી જતાં ઇજા થયાની રાવ સાથે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા બાદ વિગતો બહાર આવીઃ ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧: જામનગર રોડ પર વ્‍હોરા સોસાયટી પાસે પરાસર પાર્કમાં ભંગારની ફેરી કરવા રેંકડી લઇને ગયેલા રૈયાધારના રમેશ રસિકભાઇ ગોવાળીયા (ઉ.વ.૩૨) નામના યુવાનને મારકુટ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આરંભે તેણે પોતે પરાસર પાર્ક-માં પડી જતાં બંને પગમાં ઇજા થયાનું કહ્યું હતું. પરંતુ પોલીસની તપાસમાં તે સાડી ચોરવા જતાં પકડાઇ જતાં ધોલધપાટ થયાનું સામે આવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ સવારે રમેશ ગોવાળીયાને પરાસર પાર્કમાંથી હોસ્‍પિટલે લાવવામાં આવ્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણે પોતે પડી જતાં ઇજા થયાનું કહ્યું હતુ. દરમિયાન વિશેષ તપાસ થતાં સામે આવ્‍યું હતું કે રમેશ રેંકડી લઇ ભંગારની ફેરી કરવા ગયો હતો ત્‍યારે એક સાડી સુકાતી હોઇ તે ઉઠાવી લેતાં લોકો જોઇ જતાં તેની સાથે ધોલધપાટ થઇ હતી. ખરેખર શું બન્‍યું? તે અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે બંને પક્ષે ઘરમેળે સમાધાન કરી લેતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:48 pm IST)