Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સિવિલ એન્‍જિનિયર્સ સિમ્‍પોઝિયમ યોજાયું

રાજકોટઃ એસોસિએશન ઓફ કન્‍સલ્‍ટિંગ સિવિલ એન્‍જિનિયર્સ રાજકોટ દ્વારા સિવિલ એન્‍જિનિયર્સ સિમ્‍પોઝિયમ-ર૦ર૩ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ચીફ ગેસ્‍ટ તરીકે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્‍લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા ઉપસ્‍થિત રહેલા હતા. તેઓએ ઇમ્‍પેકટ સ્‍કીમ બાબતે માહિતી આપી હતી. આ ઉપરાંત કી નોટ સ્‍પ,ીકર તરીકે એસોસીએટ પ્રોફેસર ઇન્‍દુભાઇ પારેખ સ્‍કૂલ ઓફ આર્કિટેક રાજકોટ, હકીમુદીન મન્‍સૂરઅલી ભારમલ ઉપસ્‍થિત રહેલા હતા, જેમણે સ્‍પેસ ડિઝાઇન ઉપર ખુબ જ સરસ માહિતી આપેલી હતી. સાથે સાથે એસોસિએશનના ભૂતપૂર્વ ઇમિડીયેટ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ ધર્મેન્‍દ્રભાઇ મીરાણી અને ભૂતપૂર્વ સેક્રેટરી ગૌરવભાઇ સોલંકી ને તેમની ર૦૧૮ થી ર૦રર ની કામગીરી બદલ મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં રાજકોટ બિલ્‍ડર્સ એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરા ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિયેશનના પ્રમુખ ગૌરવભાઇ સોલંકી સેક્રેટરી નિશાંતભાઇ દોમડીયા સહિતના સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

(3:48 pm IST)