Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગારીડા ગામમાં હત્‍યાની કોશીષના ગુનામાં પકડાયેલ મહિલા સહીત બે આરોપીઓ જામીન પર

રાજકોટ, તા., ૧: ગારીડા ગામમાં વીડીમાં ઢોર ચરાવવા થયેલ માનવ હત્‍યાની કોશીષ ગુન્‍હામાં અદાલતે આરોપીના જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ જીલ્લાની હદમાં આવેલ ગારીડા  ગામમાં રહેતા હંસાબેન બથવાર તેનો પુત્ર જીતુભાઇ બથવાર અને તેના ભત્રીજા જેન્‍તીભાઇ બથવાર વિરૂધ્‍ધ રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી કલમ ૩૦૭, ૩ર૪, ૩ર૩, ૧૧૪ વિગેરે મુજબની ફરીયાદ નોંધાયેલ. જે કામમાં હંસાબેન બથવાર અને જયંતીભાઇ બથવાર અને જીતુભાઇ બથવારની ધરપકડ કરવામાં આવેલ હોય.

બનાવની હકીકત મુજબ ગારીડા ગામમાં હંસાબેન અને તેના પુત્ર પોતાની વીડીમાં ઢોર ચરાવતા હોય તે સમયે તેમના ગામમાં રહેતા મનજીભાઇ રોજાસરા તથા તેમનો પુત્ર વિશાલ રોજાસરા આ હંસાબેનની વીડીમાં પોતાના  ઢોર ચરાવવા આવેલ હોય તો હંસાબેને તે લોકોને તેમની વીડીમાં ઢોર ચરાવવાની ના પાડી દીધેલ હોય. જે બાબતનો ખાર રાખીને મનજીભાઇ રોજાસરા તેનો પુત્ર વિશાલ અને આ કામના ફરીયાદી અરવિંદભાઇ કુંભાણીએ સાંજના સમયે આ હંસાબેન અને તેનો પુત્રો સાથે ઝઘડો કરેલ હોય અને આ બનાવમાં આ કામના ફરીયાદી અરવિંદભાઇ કુંભાણીને માથાના ભાગે એક પાઇપનો ઘા વાગી જતા હેમરેજ જેવી ગંભીર ઇજા થયેલ હોય અને આ હંસાબેન તથા તેમના પુત્ર જીતુભાઇ બથવાર અને તેમના ભત્રીજા જયંતીભાઇ  વિરૂધ્‍ધ માનવ હત્‍યાની કોશીષ કરીને એક બીજાને મદદગારી કરવાનો ગુન્‍હો નોંધાયેલ હોય જે કામમાં જેલમાં રહેલ અરજદાર હંસાબેન બથવાર અને તેમના ભત્રીજા જયંતી બથવારે કોર્ટમાં જામીન પર છુટવા અરજી કરેલ હતી.

એડી. સેસન્‍સ જજશ્રીએ રૂા. ૧પ૦૦૦ના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કામમાં વી. વકીલ શ્રી ભરત હિરાણી, દિવ્‍યેશ મહેતા, કિરીટસિંહ જાડેજા, ઇરફાન સમા, પરેશભાઇ વરીયા, રાહુલ ભોજાણી, જયેશ ચૌહાણ, મુકેશ મકવાણા રોકાયેલ હતા. 

(5:18 pm IST)