Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જેસીઆઈ રાજકોટ યુવાનાં નવા પ્રમુખ તરીકે ડો.કલ્‍પેશ રાડિયાની શપથવિધિ

રાજકોટઃ જેસીઆઈ રાજકોટ યુવા આયોજીત ૧૬માં શપથ ગ્રહણ સમારોહ-૨૦૨૩  જીમીલ હેબતપુરીયા- ઝોન  પ્રેસિડેન્‍ટ, અનિલ બુટાણી ઝોન વાઈસ પ્રેસિડેન્‍ટ, રાજીવ મકવાણા- ગેસ્‍ટ ઓફ ઓનર, મનીષ માલાણી- એસએમએ ચેરમેન- ૨૦૨૩, ઉમાકાંત જોશી- એસએમએ ચેરમેન-૨૦૨૨, મનીષ ધ્રુવ- પીઝેડપી, વિનોદ કપૂપરા- પાસ્‍ટ ઝોન ઓફિસર તેમજ દીપેનનગર- ઝોન ડાયરેકટર ઓફ મેનેજમેન્‍ટ તેમજ સંસ્‍થાના ફાઉન્‍ડર પ્રેસિડેન્‍ટ સેન અશ્વિન ચંદારાણા, પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ જેએફએમ ક્રિના માંડવીયા અને પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ જીગ્નેશ શાહ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

ધ્‍યાના શાહ દ્વારા જેસીઆઈ વેલ્‍યુ મિશન અને વિઝનનું વાંચન બાદ પ્રેસિડેન્‍ટ ૨૦૨૨ જેસી એચજીએફ નિશિત જીવરાજાણીએ પ્રેસિડેન્‍ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્‍યો હતો. અનલિ બુટાણી દ્વારા ૨૦૨૩નાં પ્રમુખ તરીકે ડો.કલ્‍પેશ રાડીયાને શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી. નવનિયુકત પ્રમુખને નીશીત જીવરાજાણી દ્વારા પ્રેસિડેન્‍ટની પીન તેમજ કોલર પહેરાવવામાં આવ્‍યા હતા. પ્રમુખ જેસી એચજીએફ ડો.કલ્‍પેશ રાડીયા દ્વારા કમિટીના તમામ ઓફિસર્સને હોદ્દાના તેમજ નવા જોડાયેલા સભ્‍યને ઝોન ડાયરેકટર ઓફ મેનેજમેન્‍ટ દીપેન નાગર દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી.પ્રેસિડેન્‍ટ તરીકે પોતાના પ્રથમ ઉદ્‌બોધનમાં ડો.કલ્‍પેશ રાડીયા દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩ને પરિવર્તનનું વર્ષ ગણાવવામાં આવ્‍યું હતું અને અનેકવિધ નવા પ્રોજેકટસ શરૂ કરવાની નેમ વ્‍યકત કરી હતી. નવનિયુકત પ્રમુખ કાનન આડતીયા, નરેન્‍દ્ર ઠાકર, શીતલ આશર, કિંજલ ભિંડે, કેવલ ખારેચાને ક્રિસ્‍ટલ ટ્રોફી આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમના અંતે સેક્રેટરી કેવલ ખારેચા આભારવિધિ, કાર્યક્રમનું સંચાલન ટ્‍વિકલ ચંદારાણા- વાઈસ પ્રેસિડેન્‍ટ ટ્રેનિંગ તેમજ કિંજલ ભીંડે દ્વારા કરવામાં આવ્‍યું હતું

(3:55 pm IST)