Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

હારીજના માલસુંદમાં પત્‍નિના પ્રેમીની હત્‍યા કરનાર પતિ અને ર પુત્રો ઝડપાયા

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૧ :  હારીજ  તાલુકાના માલસુંદ ગામે રહેતા  જ્‍યંતીજી ઠાકોર નામના યુવકને  ગામની જ એક પરિણીત મહિલા સાથે  પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગેની  જાણ પરણીતાના પતિ સહિત  પરિવારજનોને થઈ હતી. પરણીતાના  અનેતિક સંબંધો મામલે પરિવારના  સભ્‍યોએ પરણીતા પાસે જયંતીજી  ઠાકોર વિરુદ્ર વર્ષ ૨૦૧૧માં  બળાત્‍કારની ફરિયાદ નોંધાવી હતી.  જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે  વર્ષ ર૦૧૨ માં જયંતીજી ઠાકોરને  કસૂરવાર ઠેરવી સાત વર્ષની સજા  ફટકારી હતી. જેલમાં સાત વર્ષની  સજા ભોગવ્‍યા બાદ વર્ષ ૨૦૧૭ માં  જયંતિજી ઠાકોર બહાર આવ્‍યો હતો. તે દરમિયાન પરિણીત મહિલા ના બે  પુત્રો અને પતિ તેનું કાસણ કાઢી નાખવાની ફિરાકમાં હતા. ત્‍યારે  ગતરોજ સાંજના સુમારે જયંતિજી  ઠાકોર પરિણીત મહિલાના પતિને  ભટકાયો હતો તેથી બંને વચ્‍ચે  બોલાચાલી થવા પામી હતી. આથી  ઉશ્‍કેરાઈ જઈને વિષ્‍ણુજી ઠાકોરે  પોતાના હાથમાં રહેલું ધારીયું મારી  હતું. આ દરમિયાન પરણિત પ્રેમિકાના  બે પુત્રો પણ ઘવેડી આવ્‍યા હતા અને  ધારદાર હથિયાર વડે હુમલો કરી  ઇજાઓ પહોંચાડી હતી.. આ ઘટનાને  પગલે જયંતીજી ઠાકોરના  પરિવારજનો અને ગામ લોકો દોડી  આવ્‍યા હતા અને તેને સારવાર અર્થે  ધારપુર હોસ્‍પિટલમાં લઈ ગયા હતા  જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરે તેને મળત  જાહેર કરતા પરિવારજનોમાં ભારે શોક  છવાઈ ગયો હતો.

 મૃતક જયંતિજી ઠાકરોનાભાઇ રમેશ ઠાકોરે આ અંગે હારિજ પોલીસ  મથકે જીગર જીવણજી ઠાકોર,  સચિન જીવણજી ઠાકોર અને  વિષ્‍ણુજી ચતુરજી ઠાકોર સામે  ફરિયાદ નોંધાવી હતી. મળતકના  ભાઈની ફરિયાદને આધારે  આરોપીઓને ઝડપી લેવા માટેપાટણ  જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી  આરોપીઓને ઝડપી લેવાના ચક્રો  ગતિમાન કર્યા હતા પાટણ એલસીબી  પોલીસે ગણતરીના કલાકોમાં જ  હત્‍યાને અંજામ આપનાર ત્રણે  આરોપીઓને ઝડપી લઈ ગુનામાં  ઉપયોગ કરેલ બે ધારીયા એક બાઈક  સહિતનો મુદ્દા માલ કબજે કરી હારીજ  પોલીસને સુપ્રત કરતા પોલીસે  આરોપીઓના રિમાન્‍ડ મેળવવાની  તજવીજ હાથ ઘરી છે.

(4:03 pm IST)