Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

દિવંગત અભયભાઈ ભારદ્વાજના સ્વપ્નો સાકાર કરવાના પ્રયત્નો કરીશઃ રામભાઈ મોકરીયા

અભયભાઈ આપણી વચ્ચે નથી પણ આપણા હૃદયમાં હંમેશા અમર રહેશેઃ અંશ ભારદ્વાજ

રાજકોટઃ સમગ્ર ગુજરાત બ્રહ્મસમાજના મોભી અને ગુજરાત ભાજપના પુર્વ સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્વાજ દ્વારા સ્થાપિત શ્રી પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા રાજકોટ બ્રહ્મસમાજનાં અગ્રણી અને નવનિયુકત ગુજરાત ભાજપના રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયાનું અદકેરૂ સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નવનિયુકત રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયાએ સંસ્થાનું અભિવાદન જીલતા સંસ્થાના યુવા માર્ગદર્શક અંશ અભયભાઈ ભારદ્વાજને કહ્યું હતું કે આપણા સૌના મોભી અને માર્ગદર્શક સ્વ.અભયભાઈ ભારદ્વાજ આપણી વચ્ચે નથી પરંતુ આપણા હૃદયમાં હંમેશા અમર છે અને એમણે ગુજરાત અને સમાજ માટે સેવેલા સપનાઓને સાકાર કરવા હું સદૈવ પ્રયત્નશીલ રહીશએ ઉપરાંત સમગ્ર બ્રહ્મસમાજ માટે અને પરશુરામ યુવા સંસ્થાન માટે મારા દરવાજા હંમેશા ખુલા રહેશે. ગુજરાતની તમામ જનતાના તેમજ સમાજના પ્રશ્નો રાજયસભા મારફત સરકારશ્રી સુધી પહોંચાડવા હું પુરી નિષ્ઠા સાથે કટીબદ્ધ છું.

આ તકે સંસ્થાનાં યુવા માર્ગદર્શક અંશ અભયભાઈ ભારદ્વાજ સાથે સંસ્થાના સંચાલક શ્રી નિરંજનભાઈ દવે સહિત કાર્યકરો પંકજભાઈ દવે, સમીરભાઈ ખીરા, દિપકભાઈ ભટ્ટ, કૃણાલ દવે, જયેશભાઈ ભટ્ટ, યોગેશભાઈ ભટ્ટ, ઉત્તમભાઈ જાની, દિપકભાઈ જોશી, ગજાનંદભાઈ દવે, વિજયભાઈ જોશી, અજયભાઈ જોશી, વિપુલભાઈ દવે, અજયભાઈ પંડયા, વિપુલભાઈ દવે, અતુલભાઈ જોશી, આનંદભાઈ જોશી, ચૈતન્ય ભટ્ટ, પરેશ ભટ્ટ, પંકજ વ્યાસ, કપીલ શુકલ, રજનીકાંત પંડયા, અભિષેક જોશી, દિક્ષીતભાઈ પંડયા, ભૌતિકભાઈ ભટ્ટ, હાર્દિકભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ જોશી, અમિતભાઈ ખીરા, જીલભાઈ જીંદાણી, શ્રેયશભાઈ શુકલા, ચેતનભાઈ પુરોહિત, નૈમિષભાઈ જોશી, નિલભાઈ શુકલ, દેવરથભાઈ જોશી, દર્શનભાઈ ત્રિવેદી, જેનીશભાઈ ત્રિવેદી, નિલાંગભાઈ મહેતા, મિતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેલ હતા.

(2:53 pm IST)