Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

દાઉદી વ્હોરા સમાજ દ્વારા રામભાઇ મોકરીયાનું અભિવાદન

રાજકોટ : સમગ્ર રાજકોટ દાઉદી વ્હોરા સમાજની અંજુમને હાતીમી (ઉમુર ખારેજીયા) પી.આર.ઓ. કમીટી દ્વારા બ્રહ્મસમાજના અગ્રણી અને રાજ્યમાંથી બીન હરીફ ચુંટાયેલ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું અદકેરૂ શાલ ઓઢાડી, પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના યુસુફઅલી જોહર કાર્ડસપાલા, અસગરભાઇ વંથલીવાલા, અબ્બાસભાઇ ત્રવાડી, હસનેનભાઇ જોહરકાર્ડસવાલા, શબ્બીરભાઇ કાચવાલા ઉપસ્થિત રહ્યા હતા.

(2:56 pm IST)