Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ત્રંબા મતક્ષેત્રમાં અંશ ભારદ્વાજની આગેવાનીમાં યુવા વકીલો ઘુમી વળ્યા

રાજકોટ : જિલ્લા પંચાયતની ત્રંબા બેઠકમાં ભાજપના ઉમેદવારો ભુપત બોદરને જીતાડવા માટે જાણીતા યુવા એડવોકેટ શ્રી અંશ અભયભાઇ ભારદ્વાજે યુવા વકીલો સાથે પ્રચારનું નેટવર્ક ગોઠવેલ. તેમની સાથે એડવોકેટ સર્વશ્રી દિલીપ પટેલ, ધીરૂભાઇ પીપળીયા, કિશન ટીલવા, જીજ્ઞેશ વિરાણી, ઉપરાંત યુવા કાર્યકરો ધર્મેન્દ્રસિંહ ઝાલા, પીયુષ માટિયા, વિક્રમ ભરવાડ, હિતેષભાઈ દવે, ધીરજલાલ પીપળીયા, કૃણાલ દવે, જયમીન રાજ્યગુરૂ વગેરે પ્રચારમાં જોડાયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:57 pm IST)