Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

બેંક હડતાલ સંદર્ભે કમી.ઓની મીટીંગ

રાજકોટઃ સરકાર દ્વારા સરકારી સંસ્થાનો તેમજ સરકારી બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે તે સામે બેંક સંગઠનોએ તા.૧૫-૧૬ માર્ચના બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલને સફળ બનાવવા રણનીતિ તૈયાર કરવા ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનાં નેજા હેઠળ આયોજીત મિટિંગમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. મિટિંગને સંગઠનનાં પ્રમુખ, જનરલ સેક્રેટરી તેમજ અન્યોએ માર્ગદર્શન આપ્યું હતું. બેંક ખાનગીકારણથી દેશને તેમજ ગ્રાહકોને શું નુકશાન થશે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ ભાવેશ આચાર્યની યાદીમાં જણાવાયું છે.

(2:58 pm IST)