Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

૧૬૬થી વધુ કોરોના વોરીયર્સ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ લીધો કોવિડ વેકસીનનો બીજો ડોઝ અપાયો

રાજકોટઃ કોરોના મહામારીમાં પોતાની અને સ્વજનોની પરવા કર્યા વગર કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું શહેરીજનો કડક પાલન કરે અને મહામારી વકરતી અટકે તે માટે શહેર પોલીસે સતત એક વર્ષ સુધી રૂટીન ફરજ ઉપરાંત કોરોનાને લગતી ખાસ અને વધારાની ફરજો પણ બજાવી છે. આ ફરજ દરમિયાન અનેક અધિકારીઓ, કર્મચારીઓઅ પોતે પણ સંક્રમિત થયા હતાં. તો કેટલાકના કોરોનાને કારણે દુઃખદ નિધન પણ થયા હતાં. શહેર પોલીસને અગાઉ કોવિડ વેકસીનનો એક ડોઝ અપાઇ ગયો હતો. જેમાં શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, તથા અન્ય તમામ ઝોનના એસીપી, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર.વાય. રાવલ તેમજ તમામ પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇ તથા બીજા સ્ટાફે વેકસીન લીધી હતી. આજે આ સ્ટાફે બીજો ડોઝ લીધો છે. પોલીસ હેડકવાર્ટર ખાતે એસીપી શ્રી બારીયા અને પીઆઇ કોટડીયાએ વેકસીનેશન માટેની વ્યવસ્થા ગોઠવી હતી. ૧૬૬થી વધુ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતાં અધિકારીઓ, કર્મચારીઓએ આજે બીજો ડોઝ લીધો હતો. તસ્વીરમાં જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા બીજા અધિકારીઓ, કર્મચારીઓ વેકસીન લેતાં જોઇ શકાય છે.

(4:48 pm IST)