Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ઇન્ડિયન લાયન્સ એનીવર્સ કલબના સભ્યો દ્વારા સફાઇ અભિયાન

રાજકોટઃ ન્યારી ડેમ આસપાસનો વિસ્તાર છે કે જયાં પ્લાસ્ટિક વેસ્ટ ઉપરાંત ધાર્મિક તથા પૂજા સામગ્રીનો વધેલો મટીરીયલ ફેંકવામાં આવે છે. આવો કચરો ત્યાં ખૂબ પડેલો હોય ઇન્ડિયન લાયન્સ એનીવર્સ કલબ રાજકોટના સભ્યો દ્વારા સઘન સફાઈ અભિયાન ચલાવી ત્યાં સફાઈ કરવામાં આવી. ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ વનીતાબેન રાઠોડ, ઉપપ્રમુખ મનિષાબેન કટારીયા, મંત્રી  પ્રફુલભાઈ રાજપુત, સભ્ય ભુપતભાઇ કરપડા, કેવિનભાઈ તન્ના, શિલ્પાબેન ડાભી, લતાબેન કાજિંયાણી, જયોત્સનાબેન ગોસાઇ, જીગ્નેશભાઈ જાની, હરેશભાઈ ચાવડા, તારાબેન રાઠોડ વગેરે સભ્યો હાજર હતા. કલબનાં સભ્યોએ ગત વર્ષે રાજકોટની તમામ સ્ટેચ્યુ ને દર શનિવારે એક કલાક સાથે મળીને સફાઈ કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:52 pm IST)