Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટ જિલ્લાના એક ડઝન ફરાર આરોપીઓને હાજર થવાનું ફરમાન

રાજકોટ તા. ૧: રાજકોટ ગ્રામ્ય - જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના હેઠળના કુલ ૧૨ આરોપીઓ નાસતા ફરતા હોઇ અને આ આરોપીઓ તપાસ દરમિયાન મળી આવતા ન હોય તથા ઘણા સમયથી ફરાર હોય સી.આર.પી.સી. કલમ ૮૨ મુજબ આરોપીઓ વિરૂદ્ઘ કોર્ટ દ્વારા વોરન્ટ ઇશ્યુ જાહેર કરવામાં આવ્યું છે.            ફરાર આરાપીઓની યાદી મુજબ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ મુજબના આરોપીઓ રમેશગીરી ચીમનગીરી ગોસાંઇ (રહે. આટકોટ તા. જસદણ મુળ બાબરા) ગોવીંદ રાઘવભાઇ સોસા (રહે. શીવરાજપુર),  સુરેશ ઉર્ફે ઘનશ્યામ વાલજીભાઇ ઇટાળીયા (રહે. ભાભણ તા.જી. બોટાદ હાલ રહે. ઉતરસંડા તા. નડીયાદ), પ્રદિપ ચીમનલાલ સોની (રહે. અમદાવાદ નારણપુરા ચિત્રકુટ એપાર્ટમેન્ટ ૫૦/૫૯૮ અમદાવાદ), નીલેશ બાબુલાલ થડેશ્વર (રહે. સરધાર જી. રાજકોટ), બાલકૃષ્ણ ઉર્ફ ઉમેશ જગદીશભાઇ ઠક્કર (રહે. વડોદરા આજવારોડ ક્રિષ્નાપાર્ક સોસાયટી ઘરનં- A ૫૫ વડોદરા), સિધ્ધુ ઉર્ફે સિધ્ધરાજ રાજુભાઇ ખાચર (રહે. ભડલી તા. વિંછીયા),  લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબના રમેશ રવજી કોળી (રહે. ટીંબા તા. દાલોલ પંચમહાલ), કિશન બચુ દેવીપુજક  (રહે.કેશોદ ઇન્દીરાનગર), દિપક ગોબરભાઇ વાઘેલા (રહે. ચીભડા તા. લોધીકા), હસમુખ જગજીવનભાઇ જેઠવા (રહે. વંથલી જી. જુનાગઢ) તથા વિષ્ણુપ્રસાદ રામપ્રસાદ (રહે. હાલ પારડી તા.લોધીકા મુ. રહે. ખજુરીયા તા. બ્યાવરા જી.રાજગઢ એમ.પી.નો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓએ કોર્ટ સમક્ષ હાજર થવા કોર્ટ દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.

(4:57 pm IST)