Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

એન્જીનીયરીંગ-પોસ્ટ ડોકટરલ તથા વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ હાજર

કેમેસ્ટ્રી/ ફીઝીકસમાં પી.એચ.ડી. થનાર ભારતમાં તથા વિદેશમાં પી.જી./ પી.એચ.ડી./ પોસ્ટ ડોકટરલ/ રીસર્ચ પ્રોગ્રામ કરવા ઇચ્છતા વિદ્યાથીઓ : ફેલોશીપ મેળવી શકે છે : એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃતિ :ઉપલબ્ધ

રાજકોટ,તા.૧ : ભારત તથા વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી અને સંશોધન કરી સન્માન જનક ભવિષ્ય ઘડવાની હાલમાં સારી તક આવી છે. જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા તથા સમાજોપયોગી સંશોધન કરવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ-ફેલોશીપ ઉપલબ્ધ છે. આ શિષ્યવૃતિના સંગાથે મનગમતી કારકીર્દીને ચળકાટ આપી શકાય છે. આ તમામ સ્કોલરશીપ ઉપર એક નજર કરીએ તો....

ITI રૂડકી ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, રૂડકી, ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી પી.એચ.ડી. ધારકોને આ ફેલોશીપ આપે છે. આ ફેલોશીપ અંતર્ગત રીસર્ચ કરનારે ''સમ ફ્રીકવન્સી જનરેશન સ્પેકટ્રોસ્કોપી કા ઉપયોગ કરકે એક મોડલ સેલ મેમ્બ્રેન મે પીએચ લો ઇન્સર્શન પેસ્ટાઇડ્સ કે કોમ્પ્લેક્ષ મિકેનિર્ઝમ કા પરીક્ષણ'' નામના પ્રોજેકટ ઉપર કાર્ય કરવાનું છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારોએ લેઝર સ્પેકટ્રોસ્કોપી, મૈટલેબ તથા લેબવ્યુના અનુભવ સાથે ફીઝીકલ કેમેસ્ટ્રી અથવા તો ફીઝીકસમાં પી.એચ.ડી. કરેલ હોય અને જેઓની પાસે પુર્વ- પોસ્ટ ડોકટરલ અનુભવ હોય તેવા ઉમેદવારો તારીખ ૧૫-૩-૨૦૨૧ સુધીમાં ઇમેઇલ દ્વારા કે પોસ્ટ દ્વારા અરજી કરી શકે છે. જે ઉમેદવારોએ તાજેતરમાં જ પોતાનો થીસીસ જમા કરાવ્યો હોય તેઓ પણ અરજી પાત્ર છે. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૬૦ હજાર રૂપિયા તથા આકસ્મિક અનુદાન રૂપે વાર્ષિક ૫૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. પોસ્ટ દ્વારા અરજી મોકલવાનું સરનામું : ઇન્ડીયન ઇન્સ્ટીયુટ ઓફ ટેકનોલોજી, રૂડકી-૨૪૭૬૬૭, ઉત્તરાખંડ, ભારતના પ્રોફેસર અને હેડ ઓફ કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/RDC6

* ધ જે.એન. ટાટા એન્ડોવમેન્ટ લોન સ્કોલરશીપ ૨૦૨૦-૨૧ અંતર્ગત ટાટા ટ્રસ્ટ દ્વારા ભારાતીય વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા પસંદ થયેલ ભારતીય વિદ્યાર્થીઓને ''ગીફટ સ્કોલરશીપ'' તથા ''ટ્રાવેલ ગ્રાન્ટ'' આપવામાં આવે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોય અથવા તો કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને છેલ્લી શૈક્ષણિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલ હોય તેઓ તારીખ ૮-૩-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ફોરેનમાં માત્ર પોસ્ટ ગ્રેજ્યુેએશન, પી.એચ.ડી., પોસ્ટ ડોકટરલ અથવા તો રીસર્ચ કાર્યક્રમો માટે આ સ્કોલરશીપ મળવાપાત્ર છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૩૦ જુન, ૨૦૨૧ના રોજ ૪૫ વર્ષથી ઓછી હોવી જરૂરી છે. પસંદ થનાર ઉમેદવાર ૧૦ લાખ રૂપિયા સુધીની લોન સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/INT4

* રોલ્સ રોયસ ઉન્નતિ સ્કોલરશીપ ફોર વુમન એન્જીનીયરીંગ સ્ટુડન્ટસ ૨૦૨૧ અંતગર્ત રોલ્સ રોયસ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામનું શિક્ષણ પુરૂ કરવા માટે તથા એન્જીનીયરીંગ ક્ષેત્રમાં પોતાની કારકીર્દી બનાવવાના ઉદેશ સાથે આ સ્કોલરશીપ આપવામાં આવે છે. એન્જીનીયરીંગ ડીગ્રીના પ્રથમ/દ્વિીતીય/તૃતીય વર્ષમાં ભણતી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય ATCT() દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એરોસ્પેસ, કમ્પ્યુટર, ઇલેકટ્રોનિકસ, મરીન જેવા વિષયો સાથે એન્જીનીયરીંગ ડીગ્રી કોર્ષના પ્રથમ/બીજા/ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ તારીખ ૩૧-૩-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરનાર વિદ્યાર્થીનીઓએ ધોરણ ૧૦ તથા ૧૨માં ૬૦ ટકાથી વધુ ગુણ મેળવેલ હોવા જરૂરી છે પસંદ થનારા વિદ્યાર્થીનીને ૩૫ હજાર રૂપિયા સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/UNS2

  ઉચ્ચ શિક્ષણ સાથે ઉચ્ચ કારકીર્દી બનાવવા માટે હાલમાં જીવનોપયોગી સ્કોલરશીપ ઉપલબ્ધ છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વર પર શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. કારકીર્દી ઘડવા માટેનો સોનેરી સમય ચાલી રહ્યો છે. સાચી નિતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ..

(4:58 pm IST)