Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રેલ કર્મચારીઓના આંદોલનનો અંત હવે ટૂંકમાં!: વાટાઘાટો માટે હિરેન મહેતાને બોલાવાયા

પ્રમોશન માટે કવોટા, પરીક્ષાઓ ટૂંક સમયમાં લેવાશે જેવા પ્રશ્નોની બાંહેધરી અપાઇ

રાજકોટ તા. ૧ :.. વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના ડીવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાની યાદી મુજબ રાજકોટ ડીવીઝનના રેલ કર્મીઓના વિવિધ પ્રશ્નો જેવા કે પ્રમોશન, ફીકસેસન, એરીયર, નાઇટડયુટી એલાઉન્સ, ઓવર ટાઇમ, કાર્ય સ્થળ પરની મુળભુત સુવિધાઓ કવાર્ટર અને ઓફીસીસની જર્જરીત હાલત કાર્ય સ્થળ પર પીવાના પાણીની સુવિધાઓ, રેન્કર, એલડીસીઇની પ્રમોશન સીલેકશનની પરીક્ષાઓ ટ્રાન્સફર, સ્પાઉસ ગ્રાઉન્ડ પર ટ્રાન્સફર રેલ્વે ગ્રાઉન્ડ પર રેલ કર્મચારીઓ અને તેમના બાળકો, પરિવારના લોકો માટે ઉપયોગમાં લેવાય નહી કે એસસીપીને લીઝ પર આપી દેવાય. જેવી અનેક લાંબા સમયની સમસ્યાઓ માટે કર્મચારીઓના આક્રોશ અને અસંતોષને વાચા આપતા વે. રે. મ. સંઘના ડીવીઝનલ સેક્રેટરીના નેતૃત્વ હેઠળ ગત તા. ર૪-ર-ર૧ ના રોજ ધરણા કરીને વિરોધ પ્રદર્શન શરૂ કરેલ જે તા. ર૬-ર-ર૧ થી ભૂખ હડતાલમાં પરિવર્તીત કરવાનો નિર્ણય લેવાયેલ.

શુષ્ક અને નકારાત્મક પ્રશાસનના વલણ સામે ભુખ હડતાલ પર બેઠેલા હિરેન મહેતાને સહયોગ કરવા ઓખા, દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, કાનાલુસ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, વણી રોડ, મોરબી, નવલખી સુધીના રેલ કર્મીઓએ સહયોગ કર્યો અને ફરજ  સિવાયના સમયમાં ઉપસ્થિત પણ રહેલ અને આ આક્રોશના પડધા હેડ કવાર્ટર મુંબઇના જનરલ મેનેજર શ્રી આલોક હસલ સુધી પહોંચેલ. તેઓના આદેશથી ફિકસેશન, પ્રમોશન એરીયર, નાઇટડ્યુટી, MACP જેવા મુદ્દાઓ પર તુરંત કાર્યવાહી કરવામાં આવી છે.

કવાર્ટરના રખરખાવ ઓફીસની સ્થિતીઓ સુધારવામાં આવે છે. તથા તાત્કાલીક ધોરણે ઓફીસીસમાં આર.ઓ પ્લાન્ટ લગાડવાના પગલાઓ લેવાઇ રહ્યા છે. જ્યા ફર્નિચર, બેસવાની સુવિધા પહોંચાડવામાં આવશે. પ્રમોશન માટે TCLACC, Guardવગેરે માટેની રેંકર કોટા અને LDCE કોટાની પરીક્ષાઓ શોર્ટ પીરીયડમાં લેવામાં આવશે એવી બાંહેધરી આપેલ છે. તથા બાકી રહેલા મુદ્દાઓ માટે જનરલ મેનેજર W.R., PCPO એ મંડલ મંત્રી હિરેન મહેતા ને ચર્ચા હેતુ મુંબઇ બોલાવેલ છે.

આ ધરણા પ્રદર્શનના સંઘર્ષમાં હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ અવની ઓઝા, આર.એચ.જાડેજા, દયાશંકર શર્મા, જસ્મીન ઓઝા, મનીષ મહેતા, હિતેશ જાની, મુકેશ મેહતા, ભટ્ટજી, કેતન ભટ્ટી, વાસુદેવ વ્યાસ, શકિતદાન ગઢવી, કૈલાશ પંચમલાલ, વિવેકાનંદ, ભુપેશ ચાવડા, મયુરસિંહ, અભિષેક રંજન, પંકજ પ્રભાકર, રાજેશ મીના, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ જાડેજા, મુકેશ કુમાર, દક્ષાબેન જયશ્રી સોલંકી, પુષ્પા ડોડીયા, ફાલ્ગુની મહેતા, ધર્મીષ્ઠા પૈભ, હિનાબેન જોશી, દિપીકા, સુમીતા, પુનીતા, પ્રજ્ઞા કારીયા, મધુ કારીયા, રશ્મી કારીયા, સાંતુ મકવાણા, જયોતિ મહેતા, મોના બોસમીયા વગેરે ખૂબ બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

(4:59 pm IST)