Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મતદાન કરવા બોલાવ્યા, પણ યાદીમાં નામ જ નહોતાઃ ઝઘડો થતા રાજકોટના પરિવાર પર છાપરા ગામે હુમલો

નટરાજનગરના તેજલબેન, તેના ભાઇ, ભાભી પર તેણીના કાકાજીના છોકરાઓએ હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧: શહેરના સાધુ વાસવાણી રોડ પર નટરાજનગરમાં રહેતાં મકવાણા-ગોહેલ-દરજી પરિવારના સભ્યો પર કુટુંબીજનોએ જ કાલાવડના છાપરા ગામ પાસે હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર લેવી પડી હતી. કાલાવડ તાલુકા પંચાયતની ચુંટણીમાં  મતદાન કરવા માટે આ પરિવારજનોને તેના જ કુટુંબીજનોએ ખરેડી બોલાવ્યા હતાં. જેથી બધા રિક્ષા લઇને ત્યાં ગયા હતાં. પરંતુ મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા હોઇ તે બાબતે બોલાચાલી ઝઘડો થતાં બધા પરત રાજકોટ આવવા નીકળ્યા હતાં. સમાધાન કરવા માટે બોલાવાતાં પરત જતાં હતાં ત્યારે આ માથાકુટ થઇ હતી.

હુમલામાં નટરાજનગરના રૂપલબેન રોહિતભાઇ ગોહેલ (ઉ.વ.૩૦), તેજલબેન કરણભાઇ મકવાણા (ઉ.વ.૨૭) તથા માધવી રોહિતભાઇ ગોહેલ (ઉ.વ.૪)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે કાલાવડ લોધીકા પોલીસને જાણ કરી હતી. સારવાર બાદ બધાને રજા અપાઇ હતી.

બનાવ અંગે રોહિતભાઇએ જણાવ્યું હતું કે અમારું મુળ વતન કાલાવડનું ખરેડી છે. ગઇકાલે તાલુકા પંચાયતનું મતદાન કરવા અમને બહેન તેજલબેનના કાકાજી  અરવિંદભાઇએ બોલાવતાં હું, મારા ભાઇ, મારા પત્નિ, બહેન, માતા-પિતા, મારી દિકરી એમ બધા રિક્ષા લઇને ખરેડી ગયા હતાં. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા હોઇ મતદાન થઇ શકશે નહિ. આ કારણે મારા પિતા રસિકભાઇ અને બહેનના કાકાજી અરવિંદભાઇ વચ્ચે યાદીમાં નામ છે કે નહિ તે ચેક કરીને બોલાવવા બાબતે ચડભડ થઇ હતી. એ પછી અમે નીકળી જતાં બહેનના કાકાજીએ સમાધાન કરવા આવવાનું કહેતાં ફરી પાછા વળતા હતાં ત્યારે લોધીકાના છાપરા પાસે કાકાજીના દિકરાઓ જયદિપ, જીગર સહિતના આવ્યા હતાં અને ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો.

(5:01 pm IST)
  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST

  • મધ્યપ્રદેશમાં કેટલાય મોટા શહેરોના નામ બદલવાની તૈયારી : યોગીના પગલે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર અનેક મોટા શહેરના નામકારણ કરશે જેમાં ભારતીયતાની ઝલક દેખાશે: મુગલ અને અંગ્રેજરાજના પ્રતીક બનેલા શહેરના નામમાં સાંસ્કૃતિક બદલાવની તૈયારી : આ અગાઉ હોશંગાબાદનું નામ બદલી નર્મદાપુરમ કરાયું છે: સરકાર હવે ભોપાલને ભૂ -પાલ ,ગ્વાલિયરને ગોપનચાલ અને જબલપુરની જબાલીપુરમ નામ કરવાની તૈયારીમાં access_time 11:18 pm IST

  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST