Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટમાં કોરોના સામેની રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ: શહેરની ૩૮ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પ્રથમ તબક્કામાં ૧૯૪, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૧૦૧૧, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧૭૮૧ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૭૦ લોકો સહિત કુલ ૩૦૫૬ નાગરિકોએ રસી લીધી

રાજકોટ: કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આજે તા.૧થી શહેરની ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો એમ કુલ ૩૮ હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં શહેરના સંતો, નામાંકિત મહાનુભાવો, તેમજ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ સહિતના મહાનુભાવોએ રસી લીધી હતી. પ્રથમ તબક્કામાં ૧૯૪, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૧૦૧૧, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૧૭૮૧ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૭૦ લોકો સહિત કુલ ૩૦૫૬ નાગરિકોએ રસી લીધી

(8:44 pm IST)