Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

લોહાણા સમાજનાં ગોર મહારાજ પડધરીના પૂ. કનુભાઇ સાતાનું નિધન

સોમવારે સાંજે ટેલિફોનીક બેસણુઃ ભાગવત કથાકાર અને કર્મકાંડ ક્ષેત્રે ભારે નામના હતી

પૂ. કનુભાઇ સાતા સાથે 'અકિલા' પરિવારના સંસ્મરણો :.. પડધરી : રઘુવંશી-લોહાણા સમાજ અને સારસ્વત બ્રાહ્મણ પરિવારના ગોર મહારાજ અને જાણીતા ભાગવતાચાર્ય પૂ. કનુભાઇ સાતાના નિવાસસ્થાને પડધરીમાં પિતૃ-મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ કથા શ્રવણનો લાભ લીધો હતો. અને પૂ. કનુઅદા સાતાના આર્શિવાદ મેળવ્યા હતાં. પડધરી પંથકના રઘુવંશી અગ્રણી, જાણીતા પત્રકાર, અકિલા પરિવારના શ્રી મનમોહનભાઇ બગડાઇ આ પ્રસંગે સાથે રહ્યા હતાં. જેની ફાઇલ તસ્વીર. (તસ્વીર : મનમોહન બગડાઇ-પડધરી)

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૧ : લોહાણા-રઘુવંશી સમાજનાં ગોર મહારાજ પડધરીનાં ભાગવતાચાર્ય પૂ. કનુભાઇ સાતાનું  નિધન થતા ઘેરો શોક છવાયો છે.

ભાગવતાચાર્ય પૂ. કનુભાઇ સાતા વર્ષોથી ભાગવત કથા, કર્મકાંડ સહિતના ક્ષેત્રમાં ખુબજ નામના ધરાવતા હતા અને સતત ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેતા હતાં. તેમના  અવસાનથી ઘેરો શોક છવાઇ ગયો છે.

શાસ્ત્રી પૂ. કનુ અદા સાતા 'અકિલા' અને ગણાત્રા પરિવાર સાથે આત્મીયતાનો નાતો ધરાવતા હતાં. અને 'અકિલા' કાર્યાલયે વારંવાર આર્શિવાદનો લાભ આપતા રહ્યા હતાં. તેમણે પ૦૦થી વધુ ભાગવત કથાનું પાન કરાવેલ.

'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા વેબ એડિશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા દ્વારા આયોજીત 'અકિલા'ના વાર્ષિક લવાજમના ડ્રો પ્રસંગે પૂ. કનુભાઇ સાતા અચૂક હાજરી આપતા હતાં. અને આશિર્વચન પાઠવતા હતાં.

પડધરી નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ. શંકરલાલ પોપટલાલ સાતાના પુત્ર લોહાણાનાં ગોર ભાગવત આચાર્ય શાસ્ત્રી શ્રી કનુઅદા (ઉ.૭૮) તે સ્વ. કિશોરભાઇ, સ્વ. શશીકાંતભાઇ, જનકભાઇ, ધીરૂભાઇ, મનુભાઇ, પ્રદ્યુમનભાઇ, અરવિંદભાઇના ભાઇ તથા દુર્ગેશભાઇ, જયેશભાઇ તથા  દક્ષાબેનના પિતાશ્રીનું અવસાન થયેલ છે.

સ્મશાન યાત્રા આજે સવારે ૮ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. તેમનું અવસાન ઉમરને કારણે થયેલ છે પરંતુ અત્યારના નિયમ મુજબ અંતિમ વિધી કરવામાં આવી હતી. તેમનું ટેલીફોનીક ઉઠમણુ તા. ૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દુર્ગેશભાઇ મો. ૯૮૯૮ર ૩૩૩૮૧, જયેશભાઇ ૯૮૯૮૦ ૧૪૬૯૦, પ્રદ્યુમનભાઇ ૯૪ર૮ર ૧૩ર૦પ

(11:56 am IST)