Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સાથી હાથ બઢાના

૧૭ વર્ષની થેલેસેમીયા મેજર શ્રેયાને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. ૩૫ લાખની જરૂર

રાજકોટ તા. ૧ : સીઝન સ્ટોર અને સરબતની બોટલનો ભાડાની દુકાનમાં વ્યવસાય કરતા રાજકોટના મેહુલભાઇ બી. લાખાણી (લોહાણા) ની દિકરી શ્રેયા લાખાણી (ઉ.વ.૧૭) જન્મથી જ થેલેસેમિયા મેજર હતી. દર પંદર દિવસે લોહી ચડાવવુ પડતુ હતુ. અમદાવાદની દાત્રી સંસ્થામાં તેઓએ નામ લખાવેલ હોય ત્યાંથી બોનમેરો ડોનર મળી ગયાની જાણ કરવામાં આવતા હવે શ્રેયાને નવી જીંદગી મળવાના ઉજળા સંજોગો સર્જાયા છે. આ માટે કલકતાની ટાટા હોસ્પિટલમાં  બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવવા તેઓને રૂ.૩૫,૦૦,૦૦૦ (પાંત્રીસ લાખ) ની જરૂર છે. ઓપરેશન માટે જુન માસનો તેઓને સમય અપાયો છે. દીકરો, દીકરી અને પતિ પત્નિ પોતે મળી ચાર જણાનું ભરણ પોષણ કરતા મેહુલભાઇ લાખાણી આટલા મોટા ખર્ચને પહોંચી શકે તેમ નથી. જેથી સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓ પાસે આર્થીક મદદની અપીલ કરી છે. શ્રેયાના માતા મનીષાબેન મેહુલભાઇ લાખાણીના નામથી સેન્ટ્રલ બેંક ઢેબર રોડ બ્રાન્ચમાં બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૩૭૫૨૭૬૭૬૮૫ છે. આઇએફસી  કોડ CBIN 0285101 છે. શ્રેયાના મો.નં. ૮૯૮૦૫ ૧૨૨૮૨ ઉપર જી-પે તેમજ ફોન-પે મારફત પણ રકમ મોકલી શકાશે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન'ઁ' મંગલપાર્ક શેરી નં. ૧, બાલાજી સેન્ટ્રીંગવાળી શેરી, કોઠારીયા આરોગ્ય કેન્દ્રની પાછળ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મેહુલભાઇ લાખાણીનો મો. ૯૪૨૮૧ ૮૮૦૩૪ ઉપર સંપર્ક કરી શકાશે.

(2:45 pm IST)