Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાના દર્દીઓની સુવિધા માટે આર્થિક અનુદાનની સરવાણી વહાવતા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા

માનવ સેવા એ જ પ્રભુસેવાના જીવન મંત્ર બનાવનાર રામભાઇ મોકરિયા લોકોને પડખે રહી ખરા સમાજસેવકની ભૂમિકા અદા કરી

રાજકોટ તા. ૧ : માનવ સેવા એ જ પ્રભુસેવાના સૂત્રને જીવન મંત્ર બનાવનાર રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આ કોરોના મહામારીમાં લોકોને પડખે રહી વિવિધ સંસ્થાઓને પોતાનું આર્થિક અનુદાન આપી કોરોનાના દર્દીઓને સારી સુવિધા આપી શકાય એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. યુનિવર્સિટી રોડ ઉપર હંગામી ધોરણે ઉભા કરાયેલા રોલેક્ષ એસએનકે કોવિડ સેન્ટર માટે રૂપિયા ૨૧ લાખનું માતબર અનુદાન આપેલ છે.

આ ઉપરાંત પોરબંદરની સામાજિક સંસ્થાઓને રૂ. ૨ લાખ ૫૧ હજારનો અનુદાન અને રાજકોટ મહાનગરપાલિકા અને વિવિધ સંસ્થાઓને રૂ. ૬ લાખનું દાન આપેલ છે. ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ અને પંચનાથ હોસ્પિટલ, રાજગોર બ્રહ્મસમાજ કોવિડ સેન્ટર, અમૃત ઘાયલ કોવિડ સેન્ટર વગેરે કોવિડ હોસ્પિટલો દરરોજ કોરોનાના દર્દીઓ માટે લીલા નાળીયેરનું વિતરણ કરવામાં આવે છે.

સાંસદ રામભાઈ મોકરીયાએ આ મહામારીના સમયમાં લોકોની વચ્ચે જઈ સેવા કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન થી લઈ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને સંકલનમાં રહી જરૂરી વસ્તુઓ પુરી પાડેલ છે. અને પોતાનું આર્થિક જરૂરીયાત મુજબ અનુદાન આપી રહ્યા છે.

(3:55 pm IST)