Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કોર્પોરેશનના આઉટ સોર્સીગ આયુષ ડોકટરોનો

પ હજાર પગાર એકાએક કેમ કપાયોઃ કલેકટરને રજૂઆતઃ તપાસ કરી ન્યાય આપવા માંગણી

રાજકોટ તા. ૧ :.. બાબરીયા કોલોનીમાં રહેતા સવજીભાઇ ફળદુએ કલેકટરને રજૂઆત કરી ઉમેર્યુ હતું કે આઉટ સોસીંગ આયુષ ડોકટરોના પગાર કપાવા અંગે ન્યાય આપવા વિનંતી છે.

રજૂઆતોમાં જણાવેલ કે, રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખામાં નોકરી કરતા આઉટ સોર્સીંગ (અજમેરા એજન્સી) ના આયુષ ડોકટરો જેમની ભરતી તા. ૧-૮-ર૦ર૦ થી કોવીડ-૧૯ મેડીકલ ઓફીસરો તરીકે કરવામાં આવી ત્યારે તેઓના પગાર (ત્રીસ હજાર) નકકી થયેલ મુજબ ઓગસ્ટ-ર૦, સપ્ટેમ્બર, ઓકટોમ્બર-ર૦ તથા નવેમ્બર-ર૦ તેમ ચાર મહીના બેંકમાં જમા આપેલ છે.

ત્યારબાદ તા. ૧-૧ર-ર૦ર૦ થી ૩૦-૪-ર૦ર૧ સુધી જાણ કર્યા વગર પગારમાં રપ,૦૦૦ બેંકમાં જમા આપેલ તે અંગે કયા કારણોસર ઓચીંતો પાંચ હજાર પગારમાં કાપેલ છે તે બાબતે આરટીઆઇ માં રજૂઆત કરેલ તે પ્રમાણે જવાબમાં ૩૦,૦૦૦ પગાર આપીએ છીએ તેવો આરોગ્ય શાખામાં જવાબ મળેલ છે.  આથી આ બાબતે તપાસ કરી ન્યાય આપવા વિનંતી છે.

(3:12 pm IST)