Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

સોમવારે વેસ્‍ટમાંથી બેસ્‍ટ સ્‍પર્ધા

લોકવિજ્ઞાન કેન્‍દ્ર ખાતે બહેનો માટે આયોજન : ૩ જુન સુધી નામ નોંધણી

રાજકોટઃ  સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન અને રાજકોટ મહાનગર પાલિકા સ્‍થાપિત અને ગુજકોસ્‍ટ માન્‍ય શ્રી ઓ. વે. શેઠ પા્રદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર- રેસકોર્સ ખાતે  વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ની ઉજવણી અન્‍વયે મહિલાઓ માટે એક અનોખી સ્‍પર્ધા ‘‘ વેસ્‍ટમાંથી બેસ્‍ટ'' નું આયોજન કરવામાં આવેલ છે.

આ વર્ષની થીમ અનુસાર મિશન લાઇફમાં પર્યાવરણ સંરક્ષણ અનુસાર જીવનશૈલી વિષય અન્‍વયે વડાપ્રધાનશ્રીએ સૂચવેલ સાત પગલાં જેવા કે પાણી બચાવો ઉર્જા બચાવો, કચરો ઘટાડો, ઇ-વેસ્‍ટ ઘટાડો, સ્‍વસ્‍થ જીવનશૈલી અપનાવો, ટકાઉ ખોરાક પ્રણાલીનો ઉપયોગ તેમજ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ટાળો વિષયોમાંથી કચરાને ઘટાડવા ના ભાગરૂપે કચરાનો સર્જનાત્‍મક ઉપયોગ કઇ રીતે થઇ શકે તે હેતુસર તેમાં બહેનો યોગદાન આપી શકે તે માટે લોક વિજ્ઞાન કેન્‍દ્રની મહિલા પાંખ માટે નકામી વસ્‍તુઓમાંથી સરસ બે નમુના બનાવીને પાંચમી જૂન ના રોજ સાંજે ચાર થી છ દરમિયાન રાખેલી સ્‍પર્ધામાં રજૂ કરવા માટે નિમંત્રણ અપાયું છે

આ સ્‍પર્ધામાં ઘરની નકામી ચીજ વસ્‍તુઓ જેવી કે સુતળી, પ્‍લાસ્‍ટિક, નાળિયેરની કાથી, કાચલી કંતાન,  વગેરે વસ્‍તુ માંથી નમુના બનાવીને મૂકવાના છે. સ્‍પર્ધામાં બે વિભાગ રાખવામાં આવ્‍યા છે જેમાં ૧૫ થી ૩૦ વર્ષ અને ૩૦ થી મોટી ઉંમરના  બહેનો. દરેક વિભાગમાંથી ત્રણ કૃતિ નિર્ણાયક દ્વારા પસંદ કરી ઇનામો આપવામાં આવશે આ સ્‍પર્ધામાં જોડાવા ઇચ્‍છતા બહેનોએ તેમના નામ ૩ જૂન સાંજે ૫: વાગ્‍યા સુધીમાં શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે લખાવી દેવા  - રૂબરૂ અથવા ફોનઃ

(4:42 pm IST)