Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

કાલે સાંજે રાજકપુરની યાદમાં ‘‘સુનહરે નગમે'' ગીત સંગીતનો કાર્યક્રમ

કલ ખેલમેં હમ હો ન હો... ગર્દિશમેં તારે રહેંગે સદા

રાજકોટ,તા.૧ ભારતીય સિનેમા જગતમાં ગ્રેટ શો-મેન રાજકપુરની પુણ્‍યતિથિ નિમીતે તેમની ૨ ફીલ્‍મોના સુપરહીટ ગીતોનો એક કાર્યક્રમ 'સુનહરે નગમે આવતીકાલે શુક્રવારે સાંજે ૬-૦૦ કલાકે ઈવનીંગ પોસ્‍ટ, સરગમ સંચાલિત, જયુબેલી ગાર્ડન પાસે, રાજકોટ ખાતે યોજાશે જેમાં ઉપસ્‍થિત રહેવા રાજકપુરના ચાહકોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

 આ સુનહરે નમે કાર્યક્રમમાં ખેંચ કેટલીયા, સુનિલભાઈ શાહ, જીતેન્‍દ્રભાઈ મટ, મનસુખભાઈ વાવેચા, રાજેશભાઈ પંડપા, મુન્નાભાઈ ઠકકર, રાકેશકુમાર, સંજયભાઈ પંડયા, રોમની સીંગર, હીના કોટડીયા, કળપા પુરોહિત પોતાના અવાજનો જાદુ પાથરશે. ભાવના સોની એન્‍કર તરીકેની ભૂમિકા ભજવશે.

 મેલોડી ક્‍લર્સ ઈન્‍ટરનેશનલ ઓરકેસ્‍ટ્રાના મનસુરઅહીં ત્રિવેદી દ્વારા સંગીતની રમઝટ બોલાવવામાં આવશે. રાજકપુરને હાર્દિક શ્રધ્‍ધાંજલિ અર્પણ કરતો આ કાર્યક્રમ ચુકવા જેવો નથી.

(4:44 pm IST)