Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

ઓશો સન્‍યાસી- પ્રેમીઓ આનંદો... ઓશો ગીતા- નિવેદીતા ધ્‍યાન મંદિરનું કામ આખરી તબકકામાં સંભવત ગુરૂપૂર્ણિમાએ ઓપનીંગ

ટ્રસ્‍ટીઓ ઉમેશભાઈ નંદાણી (પરિન લાઈફ સ્‍ટાઈલ), સ્‍વામિ સત્‍ય પ્રકાશ, વકીલ મૌલીક ફળદુ (સ્‍વામિ બોધિ આનંદ), ગીરીષભાઈ પ્રજાપતિ (સ્‍વામી આનંદ પારસ) તથા કોન્‍ટ્રાકટર મહેષભાઈ ગથેથરીયાની છેલ્લા ૧ વર્ષથી ચાલતી અથાગ મહેનત ગુરૂપૂર્ણિમાએ સંભવત ઓપનીંગ

રાજકોટઃ ઓશો સન્‍યાસી તથા પ્રેમીઓ માટે આતુરતાનો અંત રાજકોટ શહેરના હાર્દ સમા કિસાનપરા ચોકમાં, રેસકોર્ષ સાથે નવું બની રહેલું ઓશોનું બીજુ ધ્‍યાન મંદિર ઓશો ગીતા- નિવેદીતા ધ્‍યાન મંદિર સંભવત ગુરૂપૂર્ણિમાએ ઓશો સન્‍યાસીપ્રેમીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.

નિર્વાણમાં યોગ ગીતા (નીતાબેન નંદાણી) તથા માં યોગ નિવેદીતા (રમાબેન કામદાર)ની આખરી ઈચ્‍છા અનુસાર તેઓએ બનાવેલ સ્‍વ.શાંતાબેન રામજીભાઈ નંદાણી એજયુકેશન એક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ઓશો ગીતા- નિવેદીતા ધ્‍યાન મંદિર બનાવવામાં આવ્‍યું છે.

ઓશોએ કહેલ બજાર વચ્‍ચે ધ્‍યાન મંદિર હોવું જોઈએ. જેથી કરીને લોકોનો સમય આવવા- જવામાં વેડફાય નહીં તથા વાહનનો પેટ્રોલનો ખર્ચ વધારે ન આવે. ઓશો ગીતા- નિવેદીતા ધ્‍યાન મંદિરે દરરોજ સવારે ૧ કલાક તથા સાંજે ૧ કલાક સામુહીક ધ્‍યાન થશે તથા દર મહીને એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરવામાં આવશે. ઓશો જન્‍મદિવસ, ઓશો મહાપરિનિર્વાણ દિવસ, ઓશો પૂર્ણિમા, ઓશો સંબોધિ દિવસે, ઓશો સન્‍યાસ દિવસ, ઓશો સેલીબ્રેશન દિવસ વગેરે ઓશોના દિવસે એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરવામાં આવશે. બહારગામ આવતા સાધકો માટે લોજીંગ- બોર્ડીગની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે.

સાત દિવસીય, ૨૧ દિવસીય, ૯૦ દિવસીય સાધના કરવા માંગતા સાધકો માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ઓશોના સૂત્ર ઉત્‍સવ આમારા જાતી આનંદ અમાર ગોત્રને સાર્થક કરતા- વસુધૈવ કુટુમ્‍બની ભાવના સાથે કોઈપણ નાત- જાતના ભેદભાવ વગર દરેક સંપ્રદાયના સાધક વર્ગ માટે આ ધ્‍યાન મંદિરના ટ્રસ્‍ટના નીતી- નિયમ મુજબ ધ્‍યાન- સાધના કરી શકશે.

વિશેષ માહિતી માટે સ્‍વામિ સત્‍ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:44 pm IST)