Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

રાજકોટ ડેરી દ્વારા અકસ્‍માત વીમા ચેક વિતરણ

રાજકોટ : જીલ્લા દુધ સંઘ અને તેની સાથે જોડાયેલા હજારો દુધ ઉત્‍પાદકના પરીવારને સામાજીક સુરક્ષા મળે તે માટે અકસ્‍માત વીમા યોજના હેઠળ ૧૦૦% પ્રીમીયમ ભોગવીને રૂપીયા ૧૦ લાખનું વીમા કવચ પુરૂ પાડે છે. અને કુદરતી મૃત્‍યુ પ્રસંગે દુધ ઉત્‍પાદકના વારસદારને આર્થિક સહયોગ મળે તે માટે રૂપિયા ૧ લાખનું વીમા કવચ દેવામાં આવેલ છે. આ યોજનાના ભાગ રૂપે શ્રી કસ્‍તુરબાધામ દુધ ઉત્‍પાદક સહકારી મંડળી લી. તાલુકો રાજકોટના દુધ ઉત્‍પાદક સ્‍વ.કમલેશભાઇ ભીખાભાઇ ટીંબડીયાનું આકાશી વીજળી પડવાથી અકસ્‍માતે અવસાન થયેલ રાજકોટ ડેરીની ગ્રુપ અકસ્‍માત વીમા યોજના હેઠળ રૂપિયા દસ લાખનો ચેક વિમેદારના વારસદારને ધારાસભ્‍ય અને ડીસ્‍ટ્રીકટ કો.-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશ રાદડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, રાજકોટ તાલુકા પંચાયતના સદસ્‍ય નિશિતભાઇ ખૂંટ, રાજકોટ ડેરીના મેનેજિંગ ડિરેકટર વિનોદ વ્‍યાસ, દુધ મંડળીના પ્રમુખ બીપીભાઇ હરસોડા, સેવા મંડળીના પ્રમુખ અરજણભાઇ રાજાણી તેમજ અન્‍ય આગેવાનો આ ચેક અર્પણ કર્યો હતો

(4:45 pm IST)