Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

વારસાઇ હકકવાળી ખેતીની જમીન બાબતે વારસાઇ મિલ્‍કતમાં હિસ્‍સો મેળવવા અંગે થયેલ દાવો નામંજુર

રાજકોટ તા. ૧ : રાજકોટના રહીશ હરીભાઇ અરજણભાઇ સાંસકીયા, ઠે. શિવશકિત નિવાસ, ૩-રામનગર સોસાયટીનાએ ડાયાભાઇ અરજણભાઇ સાંસકીયા, સ્‍વ. લાખાભાઇ ડાયાભાઇ સાંસકીયાના વારસો, ભુપતભાઇ અરજણભાઇ સાંસકીયા-તમામ રહે. ઢાંઢીયા, તા.જી.રાજકોટના સામે તેમજ પ્રતિવાદીની ખેતીની જમીન ખરીદનાર અશ્વિનભાઇ પરસોતમભાઇ ડોબરીયા, મહેશ પરસોતમભાઇ ડોબરીયા બન્ને રહે. ર-અયોધ્‍યાનગર, રાજકોટનાને જોડી વારસાઇ મિલ્‍કતમાંથી હિસ્‍સો મેળવવા દાવો દાખલ કરેલ. જેને કોર્ટે રદ કર્યો હતો.

દાવાની વિગત મુજબ વાદી તથા પ્રતિવાદી, ડાયાભાઇ, સ્‍વ.લાખાભાઇ તથા ભુપતભાઇ સ્‍વ. અરજણ કચરાના વારસો છે. વાદીના કલેઇમ મુજબ તેમના પિતા રાજકોટ તાલુકાના ઢાંઢીયા ગામે રહેતા હતા અને કુલ જમીન હેકટર ૯ આરે ૯પ ચો.મી.ર૧ ધરાવતા હતા. વાદીના પિતા કોઇપણ જાતનું વીલ કે વ્‍યવસ્‍થા કર્યા વગર અવસાન પામેલ છે. રાજકોટમાં વાદી રહે છે અને પ્રતિવાદી ઢાંઢીયા મુકામે રહેતા હોય, અને ખેતી કરતા હોય લાંબા સમયથી વાદીના જમીનના હિસ્‍સા બાબતે વચનો આપતા અને તે વચનો આધારીત વિશ્વાસ રાખી વારસાઇ હકક મેળવવા કોઇ ઉતાવળ કરેલ નહિ.

દાવો દાખલ કરતા પહેલા રેવન્‍યુ રેકર્ડ તપાસતા વાદીને માલુમ પડેલ કે તેમના ભાઇએ વારસાઇ હકકવાળી ખેતીની જમીન બાબતે રેવન્‍યુ રેકર્ડમાં તેમના પુત્રોના નામ દાખલ કરેલ છે તેથી પ્રતિવાદીઓને જોડી વારસાઇ મિલ્‍કતમાંથી ભાગ મેળવવા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરેલ. ચાલુ દાવે વાદીને માલુમ પડેલ કે, દાવાદાળી મિલ્‍કતો માંહેથી અમુક હિસ્‍સો પ્રતિવાદીએ અશ્વિનભાઇ ડોબરીયા તથા મહેશભાઇ ડોબરીયાને વેંચી નાખેલ છે તેથી તે બન્ને આસામીને પણ દાવામાં જોડવામાં આવેલ.

સમગ્ર ટ્રાયલ બાદ કોર્ટએ ઠરાવેલ છે કે, વાદી દ્વારા રજુ રાખવામાં આવેલ દસ્‍તાવેજો પુરાવાના કાયાદ મુજબ પુરવાર કરેલ નથી. જયાં સુધી વાદી દ્વારા તેઓ અરજણભાઇ કચરાભાઇના સંતાન છે. તેવું પુરવાર કરે નહિ ત્‍યાં સુધી રેવન્‍યુ રેકર્ડમાં ખોટી નોંધ પાડવામાં આવેલ છે તેવું પુરવાર થતુ નથી વાદીએ રજ ુરાખેલ દસ્‍તાવેજો ઉપરથી તેઓ અરજણભાઇ કચરાભાઇના સંતાન છે. તેવું પુરવાર થતું નથી.

ફકત રેશનકાર્ડના આધારે વાદી સ્‍વ. અરજણભાઇ સાંસકીયાના પુત્ર છે તેવું પુરવાર થતુ નથી રેકર્ડ ઉપર આવેલ મૌખિક પુરાવા દ્વારા વાદી પોતે વાલીબેન અને અરજણભાઇના સંતાન હોવાનું પુરવાર કરવામાં સદંતર નિષ્‍ફળ રહેલ છે ત્‍યારે તેઓ અરજણભાઇના સંતાન છે તેવી દલીલ માનવા લાયક નથી રેકર્ડ ઉપરનો પુરાવો જોતા અશ્વીનભાઇ ડોબરીયા તથા મહેશભાઇ ડોબરીયા શુધ્‍ધ બુધ્‍ધિના ખરીદનાર હોવાનું સ્‍પષ્‍ટપણે જણાઇ આવે છે.

ઉપર મુજબના તથ્‍યોની ચર્ચા કરી કોર્ટએ વાદી હરીભાઇ અરજણભાઇના વારસદાર હોવાનું નાસાબીત માની તેમનો વારસાઇ મિલ્‍કતમાંથી ભાગ મેળવવાનો દાવો નામંજુર કરેલ છ.ે ઉપરોકત કામમાં પ્રતિવાદી ડાયા અરજણ, સ્‍વ. લાખા ડાયાના વારસો, ભુપત અરજણ વતી વિકાસ કે. શેઠ, અલ્‍પા શેઠ, બ્રીજ શેઠ તથા પ્રકાશભાઇ બેડવા એડવોકેટ દરજજે રોકાયેલ હતા અને અશ્વિનભાઇ ડોબરીયા અને મહેશભાઇ ડોબરીયા વતી જયેશભાઇ અતીત એડવોકેટ દરજજે રોકાયેલ હતા.

(4:47 pm IST)