Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

કાલાવડ રોડ પર એમટીવી હોટેલના રૂમમાં દરોડોઃ જૂગાર રમતાં ૬ પકડાયા

૧,૦૫,૭૦૦ની રોકડ કબ્‍જેઃ રણછોડનગરના નરેશ હિરાણીએ રૂમ ભાડે રાખ્‍યો હતોઃ તેની સાથે શૈલેષ જાલરીયા, વિજય અઘારા, નિરવ અજમેરા, સુમિત કોટેચા અને રઘુવીરસિંહ વાઘેલાની ધરપકડ : તાલુકા પીઆઇ વી. આર. પટેલની રાહબરીઃ પીએસઆઇ એચ. જી. ગોહિલ અને કોન્‍સ. : નિકુંજ મારવીયાની બાતમી

રાજકોટ તા. ૧: શહેરના કાલાવડ રોડ પર વાજડી નજીક આવેલી એમટીવી હોટેલના એક રૂમમાં જૂગાર રમાઇ રહ્યો હોવાની બાતમી પરથી તાલુકા પોલીસે દરોડો પાડી રૂમ ભાડે રાખનાર રણછોડનગરના શખ્‍સ અને તેની સાથેના બીજા પાંચ મળી છ શખ્‍સોને તિનપત્તીનો જૂગાર રમતાં ઝડપી લઇ રૂા. ૧,૦૫,૭૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ મેડમ એચ. જી. ગોહિલ અને કોન્‍સ. નિકુંજ મારવીયાને બાતમી મળી હતી કે કાલાવડ રોડ પર મોટેલ ધી વિલેજના રૂમ નં. ૫૦૧માં જૂગાર રમાઇ રહ્યો છે અને આ રૂમ નરેશ નામની વ્‍યક્‍તિએ ભાડે રાખ્‍યો છે. બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં રૂમમાંથી નરેશ બાલુભાઇ રૈયાણ ી (ઉ.૫૪-રહે. રણછોડનગર-૪ કુવાડવા રોડ), શૈલષે માવજીભાઇ જાલરીયા (ઉ.૪૦-રહે. ઓરમ એપાર્ટમેન્‍ટ-૮૦૨, રૂડા-૩ પાસે), વિજય હરજીવનભાઇ અઘારા (ઉ.૪૧-રહે. ૩-મધુવન સોસાયટી, ૧૫૦ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે), નિરવ જયેશભાઇ અજમેરા (ઉ.૪૧-રહે. ૧-શ્રીજીનગર સેન્‍ટોજા પ્‍લસ એપાર્ટમેન્‍ટ-૫૦૨, ઇન્‍દિરા સર્કલ પાસે), સુમિત હરગોવિંદભાઇ કોટેચા (ઉ.૪૨-રહે. સવન રેસિડેન્‍સી-૨૦૨, તિરૂપતીનગર-૨, ૧૫૦ રીંગ રોડ રૈયા સર્કલ) તથા રઘુવીરસિંહ જોરૂભા વાઘેલા (ઉ.૪૩-રહે. આલાપ એવન્‍યુ એ-૧૦૨, પુષ્‍કરધામ રોડ)ને જૂગાર રમતાં ઝડપી લઇ ગંજીપાના તથા રૂા. ૧,૦૫,૭૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના મુજબ પીઆઇ વી.આર. પટેલ, પીએસઆઇ એચ. જી. ગોહિલ, હેડકોન્‍સ. કે. એસ. ઝાલા, અજયભાઇ ભુંડીયા, કે. આર. પાંભર, કોન્‍સ. ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ, કોન્‍સ. શિવભદ્રસિંહ ગોહિલ, નિકુંજ મારવીયા અને શાંડિલ્‍યકુમારે આ કામગીરી કરી હતી. ઝડપાયેલાઓમાં રૂમ રાખનાર નરેશ હિરાણી સહિતના પાંચ વેપારી છે જ્‍યારે સુમિત પ્રાઇવેટ નોકરી કરે છે. ભીમ અગીયારસનો તહેવાર હોઇ રમવા માટે ભેગા થયાનું રટણ કરાયું હતું.

(5:44 pm IST)