Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

અપહરણ-પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા., ૧:  દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના અમ્‍બા ગામના રહીશ આરોપીને અપહરણ અને પોકસોના ગુનામાંથી નિર્દોષ જાહેર કરતો હુકમ અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી પડધરી નજીકના એક ગામડામાં એક વાડી-ખેતરમાં ખેત મજુરી કામ કરતા હતા અને તેમની પત્‍ની અને બે દિકરા તથા બે દીકરી સાથે રહેતા હતા. તેમની સગીર વયની પુત્રી તા.૧૬-૪-ર૦ર૧ના રોજ રાતના આશરે દશેક વાગ્‍યે કયાંય ચાલી ગયેલ તેની તપાસ કરવા છતા મળી આવેલ નહી. તેઓની તપાસ દરમ્‍યાન તેઓ જે વાડીમાં મજુરીકામ કરતા હતા ત્‍યાં બાજુની વાડીમાં કામ કરતા મહેશ પીદાભાઇ તડવી કે જેઓ દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ગામ અમ્‍બાના રહીશ હોય તે પણ બનાવના દીવસથી જોવા મળેલ નહી. જેથી ફરીયાદીએ તેમના વતનમાં જઇ તપાસ કરવા છતા તેમની દીકરી મળી ન આવતા તેમના વતનમાં ઠીકરી પોલીસ સ્‍ટેશનમાં તેમની દીકરી ઉ.વ.૧૪-પ માસ વાળી ગુમ થયાની લેખીત જાણ કરતા તે ઝીરો નંબરથી નોંધી બાદમાં તે ગુનો પડધરી પોલીસ સ્‍ટેશનની હદમાં બનેલ હોય તે અંગે ગુનો દાખલ કરી તેની આગળની તપાસ સીપીઆઇ ગોંડલને સોંપાતા તપાસ દરમ્‍યાન ફરીયાદીનું વિશેષ નિવેદન લીધેલ અને તપાસ દરમ્‍યાન આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ અને આરોપી તરીકે મહેશ પીદાભાઇ તડવી કે જેઓ દાહોદ જીલાના લીમખેડા તાલુકાના ગામ અમ્‍બાનાઓની ધરપકડ કરવામાં આવેલી અને તેઓને જેલ હવાલે કરવામાં આવેલ.

આગળની પોલીસ તપાસ બાદ આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવેલ અને આરોપી વિરૂધ્‍ધ ટ્રાયલ સ્‍પે.પોકસો કોર્ટમાં ચાલતા દરમ્‍યાન ફરીયાદી તથા તપાસનીશ તથા અન્‍ય સાહેદોને તથા પંચ તથા ભોગ બનનારની મેડીકલ તપાસ કરનાર ડોકટરને તપાસવામાં આવેલ. આ કામે ફરીયાદ પક્ષ તથા આરોપી પક્ષનો લેખીત તથા મૌખીક પુરાવો પુરો થયા બાદ બંને પક્ષની દલીલ અને આ કામે રજુ પુરાવાનું મુલ્‍યાંકન કરી સ્‍પે. પોકસો કોર્ટના જજની કોર્ટ દ્વારા આરોપી મહેશ પીદાભાઇ તડવીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામે આરોપી મહેશ પીદાભાઇ તડવી રહે. દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ગામ અમ્‍બાવાળાના એડવોકેટ તરીકે આર.એમ.પંડયા તથા આઝમ આઇ. કઇડા (મુન્નો) રોકાયેલ હતા.

(5:09 pm IST)