Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

માધાપર પોસ્‍ટ ઓફીસમાં તસ્‍કરોના પગલાઃ તીજોરી તોડવાનો પ્રયાસ

મેનેજર સોનલબેન સોંડાગરની ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૧ :.. માધાપર ગામમાં આવેલી પોસ્‍ટ ઓફીસમાં રાત્રે તસ્‍કરોએ ત્રાટકી પોસ્‍ટ ઓફીસમાં તીજોરી ખોલવાનો પ્રયાસ કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શીતલ પાર્ક મેઇન રોડ પર અવંતી પાર્કમાં રહેતા સોનલબેન જીજ્ઞેશભાઇ સોંડાગર (ઉ.વ.૩૭) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતે માધાપર ગામમાં આવેલી પોસ્‍ટ ઓફીસમાં મેનેજર તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવે છે. ગઇકાલે સાંજે પોસ્‍ટ ઓફીસ બંધ કરી ઘરે ગયા બાદ સવારે પોતે પોસ્‍ટ ઓફીસે આવતા અહીં લોખંડની ગ્રીલનું તાળુ ખોલીને જોતા ઓફીસનો દરવાજો તૂટેલો હોઇ ચોરીનો પ્રયાસ થયાનું માલુમ પડયુ હતું. બાદમાં તપાસ કરતા રોકડ રકમ ગઇ ન હતી. પરંતુ રાત્રે તસ્‍કરોએ બારીના ત્રણ સળીયા વાળી નાખી.   પ્રવેશ કરી તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સફળતા ન મળતા અને રોકડ રકમ હાથ ન લાગતાં ઓફીસના દરવાજાને તોડી નુકસાન કર્યુ હતું. આ મામલે પોસ્‍ટ મેનેજરની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(5:30 pm IST)