Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

કોટક મ્‍યુચ્‍અલ ફંડ પાસે ૩૦ લાખથી વધુ SIP એકાઉન્‍ટ્‍સ

કંપનીના સેલ્‍સ, માર્કેટિંગ, ડિજિટલ બિઝનેશ હેડ મનીષ મહેતા રાજકોટમાં : યાજ્ઞિક રોડ પર ઓફિસનું ઉદ્દઘાટન : રાજકોટની કુલ લાઇવ એસઆઇપીની સંખ્‍યા ૪.૫ લાખથી વધુ

કોટક એસેટ મેનેજમેન્‍ટ કંપનીના મનીષ મહેતા સાથે સ્‍ટેટ હેડ મન્‍મીન્‍દર માલ્‍હી નજરે પડે છે.

 રાજકોટ,તા.૧ : કોટક મ્‍યુચ્‍યુઅલ ફંડ (કેએમએફ) એ પ્રોત્‍સાહક નાણાકીય વર્ષ અનુભવ્‍યું છે. અમારી ફીક્‍સ્‍ડ પ્રોડક્‍ટ રણનીતિ સમગ્ર ડિસ્‍ટ્રીબ્‍યૂશન નેટવર્ક્‍સમાં તેની ઉપસ્‍થિતિનો વિસ્‍તાર કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી રહી છે. કંપનીએ એસેટ ક્‍લાસમાં એસેટ અંડર મેનેજમેન્‍ટ (એયુએમ)માં નોંધપાત્ર વળદ્ધિ પ્રાપ્ત કરવાનું જાળવી રાખ્‍યુ છે. હાલમાં, કોટક મ્‍યુચ્‍યુઅલ ફંડ પાસે ૩૦ લાખથી વધુ એસઆઇપી એકાઉન્‍ટ્‍સ (૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધીમાં) છે જેની મારફતે રોકાણકારો નિયમિતપણે પોતાની મ્‍યુચ્‍યુઅલ ફંડ સ્‍કીમ્‍સમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરે છે. કોટક મ્‍યુચ્‍યુઅલ ફંડના રોકાણકારોમાં કોટક ફ્‌લેક્‍સિકેપ ફંડ, કોટક બ્‍લુચીપ, કોટક ઇર્મજિંગ ઇક્‍વિટી અને કોટક ઇક્‍વિટી ઓપર્ચ્‍યુનિટી જેવી પ્રોડક્‍ટ્‍સ લોકપ્રિય છે.

કોટક એસેટ મેનેજમેન્‍ટ કંપની લિમિટેડના સેલ્‍સ, માર્કેટિંગ અને ડીજિટલ બિઝનેસના હેડ મનીષ મહેતાએ  જણાવ્‍યું હતું કે, ‘‘ભારતીય મ્‍યુચ્‍યુઅલ ફંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વળદ્ધિ કરી રહ્યો છે, કારણ કે રોકાણકારો, ખાસ કરીને યુવા વર્ગ ઉત્‍સાહી છે, જેઓ મ્‍યુચ્‍યુઅલ ફંડ સેક્‍ટરમાં એસપીઆઇ જેવા નવા રોકાણના રસ્‍તાઓ શોધી રહ્યા છે. અમે કોટક મ્‍યુચ્‍યુઅલ ફંડમાં સક્રિયપણે એસઆઇપી માટે પ્રચાર કરી રહ્યા છીએ, જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિયતા મેળવી છે. વોલાટિલિટીના સમયમાં પણ એસઆઇપી નિયમિત અને શિસ્‍તબદ્ધ રોકાણકારો માટે એક સંતુલન પુરું પાડે છે. રોકાણકારો અમારી હાલની કોઈપણ સ્‍કીમમાંથી પસંદગી કરી શકે છે અને એસઆઇપી રૂટ મારફતે ઇન્‍વેસ્‍ટમેન્‍ટની શરૂઆત કરી શકે છે.

અમારી અપડેટેડ વેબસાઈટ www.kotakmf.com ની શરૂ કરાયેલી એક પહેલ છે. આ વેબસાઇટ ડિસ્‍ટ્રીબ્‍યૂરો અને કસ્‍ટમરોને પોર્ટફોલિયોની વિગતો ઍક્‍સેસ કરવા, વિવિધ વિષયો પરના બ્‍લોગ્‍સ વાંચવા, અમારા એક્‍સપર્ટ્‍સના વિડિયો જોવા અને વેબસાઇટ મારફતે ખરીદી માટે ટ્રાન્‍ઝેક્‍શન કરવામાં સક્ષમ બનાવે છે. અમારી પાસે કોટક બિઝનેસ હબ, અમારું ડિસ્‍ટ્રિબ્‍યુટર પોર્ટલ પણ છે જ્‍યાં અમારા પાર્ટનર્સ ક્‍લાયન્‍ટની વિગતો, ક્‍લાયન્‍ટ સાથે શેર કરવા માટે કો-બ્રાન્‍ડ માર્કેટિંગ કન્‍ટેન્‍ટ અને એનાલિટીકલ ટુલ્‍સ જોઈ શકે છે. જેનો તેઓ બિઝનેસ વધારવા માટે ઉપયોગ કરી શકે છે. અમારી પાસે હાલમાં ૨૫,૦૦૦ થી વધુ પાર્ટનર્સ છે જેમણે કોટક બિઝનેસ હબમાં સબ્‍સ્‍ક્રાઇબ કર્યું છે. અમારી ઑનલાઇન ટ્રેઇનિંગ પહેલ ProStartની અમારા ડિસ્‍ટ્રીબ્‍યૂર્સ પાર્ટનર્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. અમે ફાઇનાન્‍સિયલ પ્‍લાનિંગ, ફિક્‍સ્‍ડ ઇન્‍કમ માર્કેટ્‍સ અને અન્‍ય ક્‍વોલિટેટિવ ટોપિક પર ઘણા મોડ્‍યુલ રજૂ કર્યા છે. અમારા તમામ કન્‍ટેન્‍ટ અમારી YouTube ચેનલ કોટક ProStart પર ઉપલબ્‍ધ છે.

 અમે અમારા ઇન્‍વેસ્‍ટર એજ્‍યુકેશન અને અવેરનેશ કેમ્‍પેઇન ‘‘ગો ઓટોમેટિક વિથ બેલેન્‍સ્‍ડ એડવાન્‍ટેજ ફંડ્‍સ''રજૂ કર્યું છે. ટીવી, ડિજિટલ મીડિયમમાં એક મહિના સુધી ચાલેલા કેમ્‍પેઇનમાં બેલેન્‍સ્‍ડ એડવાન્‍ટેજ ફંડ્‍સ કેવી રીતે તમામ પ્રકારના માર્કેટ્‍સમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માટે સારો વિકલ્‍પ છે તે વિશે જણાવવામાં આવ્‍યું છે. જે પહેલીવાર રોકાણ કરનાર, લાંબા ગાળાના રોકાણકાર તેમજ માર્કેટ ટાઈમર માટે ઉત્તમ છે.

 કોટક મ્‍યુચ્‍યુઅલ ફંડ હાલમાં સમગ્ર ગુજરાતમાં ૧૩ સ્‍થળોએ હાજરી ધરાવે છે. અમારી મજબૂત સેલ્‍સ અને ઇન્‍વેસ્‍ટર રિલેશન ટીમ તમામ બેંકો, નેશનલ ડિસ્‍ટ્રીબ્‍યૂટેશન અને મ્‍યુચ્‍યુઅલ ફંડ ડિસ્‍ટ્રીબ્‍યૂટસ (એમએફડી)માં ડિસ્‍ટ્રીબ્‍યૂશન પાર્ટનર્સ સાથે નજીકથી કામગીરી કરે છે. ગુજરાતની ટોટલ ઇન્‍ડસ્‍ટ્રીઝ એયુએમ આશરે રૂ.૨.૯૦ લાખ કરોડ છે જે કુલ ઇન્‍ડસ્‍ટ્રીઝના ૭% છે. ઇન્‍ડસ્‍ટ્રીઝની ગુજરાત ઇક્‍વિટી એયુએમ આશરે રૂ.૧.૯૨ લાખ કરોડ છે જે કુલ ઇક્‍વિટી ઇન્‍ડસ્‍ટ્રીઝના ૭.૪% છે. ગુજરાતના કુલ એયુએમમાં રાજકોટ માર્કેટનું યોગદાન ૬.૫% થી વધુ છે. ઇક્‍વિટી ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ગુજરાતની કુલ એયુએમમાં લગભગ ૬૭% યોગદાન આપે છે. રોકાણકારો ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ટુલ્‍સ તરીકે એસઆઇપીનો ઉપયોગ કરવા બાબતે સારી રીતે માહિતગાર છે. રાજકોટની ઇન્‍ડસ્‍ટ્રીઝ એયુએમ ૧૮૦૦૦ કરોડથી વધુ છે, ઇક્‍વિટી એયુએમ લગભગ ૧૫૦૦૦ કરોડ છે. રાજકોટની કુલ લાઇવ એસઆઇપીની સંખ્‍યા ૪.૫ લાખથી વધુ છે. મ્‍યુચ્‍યુઅલ ફંડનું ડિસ્‍ટ્રીબ્‍યૂશન ૮૦૦ થી વધુ નોંધાયેલા મ્‍યુચ્‍યુઅલ ફંડ ડિસ્‍ટ્રીબ્‍યૂટર્સના મજબૂત નેટવર્ક દ્વારા કરવામાં આવે છે.

 કોટક મ્‍યુચ્‍યુઅલ ફંડ તેની ઇન્‍વેસ્‍ટર એજ્‍યુકેશન અને અવેરનેસ પહેલ મારફતે મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સ અને ફાઇનાન્‍સિયલ પ્‍લાનિંગ વિશે જાગળતિ ફેલાવવાનું ચાલુ રાખે છે. કોટક મ્‍યુચ્‍યુઅલ ફંડ તેના ડિસ્‍ટ્રીબ્‍યૂટર્સ અને પાર્ટનરો સાથે નજીકથી કામગીરી કરીને આ શૈક્ષણિક વિસ્‍તરણ માર્ગ ચાલુ રાખવાનો પ્રયાસ કરે છે. 

આ અંગે યોજાયેલ મીટમાં સ્‍ટેટ હેડ મન્‍મીન્‍દર માલ્‍હી, એરિયા મેનેજર નીલાફી , બ્રાન્‍ચ હેડ જવલંત કણઝારા ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:37 pm IST)