Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જિલ્લા પંચાયતમાં ઓચિંતી તપાસ કરતા ડી.ડી.ઓ.

એક કર્મચારી ગેરહાજર જણાતા ખુલાસો પુછાશે

રાજકોટ, તા., ૧: જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સવારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે અણધારી તપાસમાં નિકળ્‍યા હતા. તેમણે મહેસુલ વિકાસ, માર્ગ-મકાન વગેરે વિભાગોની મુલાકાત લઇ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી બાબતે જાણકારી મેળવેલ.  એક કર્મચારી ફરજ પર હાજર  ન જણાતા તેનો ખુલાસો પુછવા સુચના અપાયેલ છે. અન્‍યત્ર બધુ બરાબર જણાયેલ. કર્મચારીઓ કચેરીમાં નિયમીત હાજરી આપી પોતાની ફરજ નિષ્‍ઠાથી બજાવે તેવી અપેક્ષા ડીડીઓએ  વ્‍યકત કરી છે. શ્રી દેવ ચૌધરીએ ચાર્જ સંભાળ્‍યા પછી છેલ્લા ૧ વર્ષમાં બીજી વખત આ રીતે સરપ્રાઇઝ તપાસ કરી છે. 

(4:23 pm IST)