Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટમાં અષાઢી બીજે શુકનવંતો અઢી ઇંચ વરસાદ ખાબક્યો

બપોરે બાદ દે ધનાધન : મોડીસાંજ સુધીમાં ત્રણેય ઝોનમાં બે થી અઢી ઇંચ વરસાદ: સચરાચર મેઘસવારીથી શહેરીજનોના હૈયા પુલકિત

રાજકોટ : રાજકોટમાં આજે અષાઢી બીજે મેઘરાજાએ શુકન સાચવ્યા છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાયા બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો, સમગ્ર શહેરમાં મેઘરાજા મહેરબાન થયા હતા, શહેરના ત્રણેય ઝોનમાં મોડીસાંજ સુધીમાં બે થી અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો આ લખાઈ છે ત્યારે હજુ પણ વરસાદ ચાલુ છે,આજે અષાઢી બીજે મેઘરાજાએ અનરાધાર પધરામણી કરતા શહેરીજનોના હૈયા પુલિકિત બન્યા છે

 

(7:52 pm IST)