Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને તેમના ધર્મપત્નિ કોરોના મુકતઃ ડોે. મહેતા હજુ રાજકોટ સિવિલ હોસ્પિટલના ચાર્જમાં રહેશે

એમ.એસ. એકઝામ પુરી થાય ત્યાં સુધી ફરજ પર

રાજકોટ તા. ૧: પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને તેમના ધર્મપત્નિ ડેન્ટલ વિભાગના વડા ડો. જાગૃતિબેન મહેતા કોરોના પોઝિટિવ જાહેર થયા હતાં. ૧૪ દિવસ બાદ બીજો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. બંનેના રિપોર્ટ નેગેટિવ જાહેર થતાં બંને કોરોના મુકત થઇ ગયા છે. ડો. મહેતાએ કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સતત કોરોના વોરિયર તરીકે સમગ્ર ટીમ સાથે રહી કામ કર્યુ છે. તેમની જુનાગઢ મેડિકલ કોલેજના ડીન તરીકે બદલી થઇ છે. જો કે હાલ એમ.એસ.ની એકઝામ આવી રહી હોઇ તા. ૪ સુધી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી છુટા કરવામાં આવશે નહિ. આ કારણે તબિબી અધિક્ષકનો ચાર્જ તેમની પાસે જ રહેશે. જુનાગઢના ડીન રાઠોડ પણ કવોરન્ટાઇન છે. જે આઠમી સુધી કવોરન્ટાઇનમાં રહેવાના હોઇ ડો. મહેતા ત્યાં હાજર થાય તો પણ તેમને ચાર્જ મળી શકે નહિ. આમ હાલ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અધિક્ષક તરીકે ચાર્જમાં રહેશે. આજે તેઓ સિવિલ હોસ્પિટલમાં હાજર પણ થઇ ગયા છે.

(10:45 am IST)