Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

એલઆઇસી ઓફ ઈન્ડિયાના નાણાકીય પરિણામો જાહેર : પ્રિમિયમ આવકમાં વૃધ્ધિ

રાજકોટ તા. ૧ : વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ માર્ચ ૨૦૨૦ ના વર્ષના ઓડીટ આંકડાઓ જાહેર કર્યા છે. જે મુજબ પ્રીમિયમમાં ૨૫.૧૭% નો વધારો જોવા મળ્યો છે. જે અત્યાર સુધીનો સૌથી વધારે રૂ.૧,૭૭,૯૭૭.૦૭ કરોડ થવા પામે છે.

પેન્શન અને જુથના સુપર એવન્યુએશન બિઝનેશે ૧ લાખ કરોડને વટાવી ઇતિહાસ રચ્યો છે. તેની સામે નવા વ્યાવસાય પ્રીમિયમ આવક તરીકે રૂ.૧,૨૬,૬૯૬.૨૧ કરોડ એકત્રિત કર્યા છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન એકત્રીત થયેલી સરખામણીમાં માર્ચના અંત સુધીમાં કોર્પોરેશન દ્વારા કુલ પ્રીમિયમ આવકના રૂ.૩,૭૯,૦૬૨.૫૬ કરોડ એકત્ર થયા હતા. જે ગત વર્ષની સરખામણીએ ૧૨.૪૨% ની વૃધ્ધી છે.

એલઆઇસી તેના ગ્રાહકોને સરળ પ્રીમિયમ ચુકવણી માટે વિશાળ સુવિધાઓ પણ આપે છે. ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી કે અન્ય ડીજીટલ ટ્રાન્ઝેકશન પરની ફી માફ કરી દીધી છે. લોકડાઉન દરમિયાન પણ તમામ ડીઝીટન ચેનલો ૨૪*૭ ઉપલબ્ધ રાખવામાં આવેલ.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ એલઆઇસી પોલીસી માટે ડીઝીટલ વ્યવહારો ગ્રાહકો સાથે શરૂ કરવામાં ૩૬% વૃધ્ધી નોંધાવી છે.

(2:31 pm IST)