Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોના સામે હવે કોવીડ-૧૯ દમન સોફટવેર : IAS અધિકારી મીલીંદ તોરવણે દ્વારા સ્પે. બનાવાયો : રાજકોટમાં તા. ૩થી અમલ

અમદાવાદ - સુરતમાં અમલવારી શરૂ : કલેકટર - કોર્પોરેશન - ડીડીઓ - તમામ હોસ્પિટલ ટાઇઅપ કરી લેવાઇ : દર્દીની પોતાની ફેમેલીની વિગતો - મૃત્યુ - દાખલ - ડીસ્ચાર્જ - વેન્ટીલેટર - વોરીયર્સ સહિત તમામ વિગતો આવરી લેવાઇ

રાજકોટ તા. ૧ : કોરોના સામે જંગ જીતવા ગુજરાત સરકાર એક પછી એક પગલા લઇ રહી છે, હવે કોવીડ-૧૯ દમન સોફટવેરની અમલવારી શરૂ કરાઇ છે.

રાજ્યના આઇએએસ અધિકારી મિલીંદ તોરવણેએ દમન સોફટવેર આખો લોન્ચ કર્યો છે, તેમણે પોતે આ એપ બનાવી છે અને તેની અમલવારી અમદાવાદ - સુરતમાં શરૂ કરી દેવાઇ છે, અને હવે તા. ૩થી રાજકોટ કલેકટર તંત્ર - ડીડીઓ કચેરી - રાજકોટ મ્યુ. કોર્પોરેશન - સિવિલ હોસ્પિટલ દ્વારા તા. ૩થી અમલવારી રાજકોટમાં થઇ રહી છે.

આ સોફટવેરમાં ઓપીડી - દર્દીને ટ્રાન્સફર કરાયા, ડીસ્ચાર્જ, જે તે હોસ્પિટલના વોર્ડનું સ્ટેટસ, દર્દીનું નામ - સરનામુ - કયારે કોરોના આવ્યો તેની સાથેના ફેમેલી મેમ્બર, દર્દી શું કરે છે, આજીવીકા, કોને કોને કોરોના કોરોન્ટાઇન કરાયા, હેલ્થ ડેસ્ક, બેકઅપ, દર્દીનું મૃત્યુ, કયારે વેન્ટીલેટર અપાયું અને હોસ્પિટલમાં કેટલા વોર્ડ - બેડ ખાલી છે તેનું સ્ટેટસ જ તુર્ત જ અપડેટ થઇ જશે, જોવા મળશે.

આ સોફટવેરમાં જેવા દર્દીના નામ નખાશે એટલે તેની તમામ વિગતો મળી જશે અને તમામ સરકારી - ખાનગી હોસ્પિટલ સાથે ટાઇઅપ થશે અને ઓટોમેટીક જનરેટ થશે તે ઉપરાંત આખુ વોરીયર્સ રજીસ્ટર પણ અપડેટ થશે.

(3:34 pm IST)